તમે હિન્દુ તહેવારોને ટાર્ગેટ કરો છો..” MP માં ચીફ ઓફિસર પર હિંદુ સંગઠનનાં કાર્યકર્તાઓએ શાહી છાંટી…

ભોપાલ: મધ્યપ્રદેશના બહુ જિલ્લામાં ચીફ ઓફિસર પર હિન્દુ સંગઠનો દ્વારા શાહી ફેંક્યાની ઘટના પ્રકાશમાં આવી છે . સાહી ફેકવાનું કારણ ભગવા ઝંડા હટાવવાનો આદેશને માનવામાં આવી રહ્યું છે. આ કારણથી રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોના અમુક કાર્યકર્તાઓએ સરકારી આવાસ પર જઈને ચીફ ઓફિસર પર શાહી ફેંકી હતી.
આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વ્યક્તિઓ ચીફ ઓફિસરના ઘરે જાય છે અને તેમને શાહી છાંટી દે છે. ચીફ ઓફિસર તેમના ઘરની બહાર ઉભા હતા અને ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે એક માણસે તેમના ચહેરા પર શાહી છાંટી હતી. આ દરમિયાન બીજી વ્યક્તિ બોલી રહ્યો છે કે, “આ ખોટું છે. તમે હિન્દુ તહેવારોને નિશાન બનાવી રહ્યા છો. આટલું કહીને, તે CMOનાં ચહેરા પર શાહી છાંટે છે.
તમારા કામ જ એવા છે
આ દરમિયાન CMO ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા છે કે, હેલો, આ લોકો ઘરે આવી ગયા છે. તેઓ તેમના ચહેરાને કાળો રંગ લગાવી રહ્યા છે. તેઓ મારા ઘરમાં ઘૂસી ગયા છે. તેમની આ વાત પર એક વ્યક્તિ ગુસ્સાથી બૂમ પાડે છે અને કહે છે કે તમારા કામ જ એવા છે કે તમારું મો કરવામાં આવે.
આ પણ વાંચો :છત્તીસગઢના બીજાપુરમાંથી ૪૫ કિલોનું આઇઇડી જપ્ત…
શું છે સમગ્ર વિવાદ?
દમોહ જિલ્લાના ચીફ ઓફિસર પ્રદીપ શર્માએ હિન્દુ નવા વર્ષ નિમિત્તે શહેરમાં લગાવવામાં આવેલા ભગવા ધ્વજ હટાવવાનો આદેશ આપ્યો હતો. દમોહમાં હિન્દુ નવા વર્ષની સાથે રામ નવમીની તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં ભગવા ધ્વજ લગાવવામાં આવી રહ્યા હતા. હિન્દુ સંગઠનોનો આરોપ છે કે સીએમઓ પ્રદીપ શર્માના આદેશનું પાલન કરીને મ્યુનિસિપલ કર્મચારીઓ આ ધ્વજ હટાવી રહ્યા હતા. આ વિવાદ આ પછી જ શરૂ થયો હતો.