મુંબઈ: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg research)શનિવારે SEBIના ચેર પર્સન માધબી બૂચ (Madhabi Buch) પર નાણાંકીય હેરફેરના ગંભીર આરોપો મુક્યા હતા. આ આરોપો લાગ્યા બાદ આજે સવારે પહેલી વાર શેર બજાર (Share Market) ખુલ્યું હતું, અગાઉ આશંકા હતી કે શેરબજારમાં મોટું ગાબડું પડી શકે છે, પરતું આવું ના થયું, બજાર પર હિંડનબર્ગના રીપોર્ટની ખાસ અસર જોવા મળી નથી રહી. આજે શેરબજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું છે.
શેરબજારમાં આજે ઘટાડાનો ડર હતો અને શેરબજાર રેડ સિગ્નલ પર ખુલ્યું . BSE સેન્સેક્સ 375.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 79,330.12 પર ખુલ્યો. NSE નો નિફ્ટી 47.45 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 24,320.05 પર ખુલ્યો હતો. સ્વાભાવિક છે કે, અદાણીના શેરમાં ઘટાડો થયો છે, બજાર ખુલતાની સાથે જ શરૂઆતની મિનિટોમાં અદાણીના શેરમાં 2 થી 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
BSE સેન્સેક્સના 30 માંથી 23 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 7 શેરમાં તેજી જોવા મળી રહી છે. હિંડનબર્ગના રીપોર્ટને પગલે આજે અદાણીના શેરમાં ઘટાડો થયો છે. અદાણી પોર્ટ્સ સેન્સેક્સમાં ટોપ લુઝર છે અને તે 1.84 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. ટાટા મોટર્સનું સારું પ્રદર્શન ચાલુ છે અને તે ટોપ ગેનર છે.
ઓલા ઈલેક્ટ્રીકમાં તેજી જોવા મળી રહી છે અને તે ઓપનિંગ સાથે રૂ. 100ને પાર કરી ગયો છે.
નિફ્ટીના 50માંથી 40 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 10 શેરોમાં તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝમાં સૌથી વધુ 4.23 ટકા અને અદાણી પોર્ટ્સમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
માર્કેટ ખૂલ્યાના અડધા કલાક બાદ BSE પર 3373 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી 1870 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, 1381 શેરમાં તેજી જોવા મળી રહી છે અને 122 શેરમાં કોઈ ફેરફાર રહ્યા નથી. 150 શેરમાં અપર સર્કિટ, 109 શેર પર લોઅર સર્કિટ છે, 137 શેર તેમની 52 સપ્તાહની ટોચે છે.
Also Read –