‘…તો હું રાજીનામું આપી દઈશ’ CAA લાગુ થતા આસામનના CM Himanta Sarma એ આવું કેમ કહ્યું?

ગુવાહાટી: લોકસભા ચૂંટણીના પહેલા કેન્દ્ર સરકારે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA) લાગુ કરી દીધો છે, ત્યાર બાદ દેશભરના કેટલાક સંગઠનોએ આ કાયદા અંગે વિરોધ દાખવ્યો છે, આસામના 30 સંગઠનોએ વિરોધના ભાગરૂપે આ કાયદાની નકલ સળગાવી હતી. આ અંગે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પ્રતિક્રિયા આપતા આજે મંગળવારે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ(NRC) માટે અરજી ન કરનાર કોઈપણ વ્યક્તિને નાગરિકતા મળશે તો, હું પોતાના પદ પરથી રાજીનામું આપી દઈશ.
આસામના મુખ્ય પ્રાધને કહ્યું કે “હું આસામનો દીકરો છું, જો CAA હેઠળ કોઈએ NRC માટે અરજી કર્યા વિના નાગરિકતા મળશે તો છે, તો હું રાજીનામું આપીશ દઈશ. CAA નવો કાયદો નથી, હવે બસ પોર્ટલ પર અરજી કરવાનો સમય આવી ગયો છે. પોર્ટલનો ડેટા બધું જ જણાવશે, ત્યાર બાદ સ્પષ્ટ થઈ જશે કે કાયદાનો વિરોધ કરનારાઓના દાવા સાચા છે કે નહીં.”
દરમિયાન, CAAના અમલમાં અંગે વિરોધ નોંધાવનારી વિપક્ષી પાર્ટીઓને આસામ પોલીસે નોટિસ મોકલી છે. નોટિસમાં હડતાલ પાછી ખેંચવા અને રાજ્યમાં શાંતિ જાળવવામાં સહકાર આપવાનું કહેવામાં આવ્યું છે, સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ આ આદેશનું પાલન નહીં થાય તો તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.
16 પક્ષના યુનાઈટેડ ઓપોઝીશન ફોરમ, આસામ (UOFA) એ CAAના અમલીકરણના વિરોધમાં રાજ્યવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ગુવાહાટી સહિત, રાજ્યમાં ડિસેમ્બર 2019 માં CAA અંગે હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા.
CAA કાયદાના મુજબ 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. જેમાં હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોનો સમાવેશ થાય છે.