નેશનલ

Himachal Pradesh political crisis: સુખુ સરકારે બજેટ પસાર કરી મેળવ્યો વિશ્વાસનો મત, હવે ત્રણ મહિના સુધી ‘રાહત’

હિમાચલમાં સુખુ સરકારે બજેટ પસાર કરીને વિશ્વાસનો મત મેળવ્યો છે, ત્યારબાદ વિધાનસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. હવે ત્રણ મહિના સુધી સુખુ સરકાર પર કોઈ ખતરો નથી. (Himachal Pradesh political crisis) ત્યારે, બળવો કરનારા કોંગ્રેસના ધારાસભ્યો વિરુદ્ધ પાર્ટીની ફરિયાદ પર વિધાનસભામાં સુનાવણી ચાલી રહી છે. પક્ષપલટા વિરોધી કાયદાને લઈને કોંગ્રેસના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસની સુનાવણી વિધાનસભા કમિટી રૂમમાં ચાલી રહી છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષના વકીલો સ્પીકરની ચેમ્બરમાં હાજર છે. ભાજપ વતી સત્યપાલ જૈન બળવાખોર ધારાસભ્યોની વકીલાત કરી રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં રાજકીય ગરમાવો વચ્ચે સરકારે વિધાનસભામાં બજેટ પસાર કરી દીધું છે. વિરોધ પક્ષ ભાજપના તમામ ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. વાસ્તવમાં ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ 10 ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. બજેટ પસાર થયા બાદ સ્પીકરે ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે.

હિમાચલ પ્રદેશના જે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું તેમાં સુધીર શર્મા, રાજેન્દ્ર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચૈતન્ય શર્મા, રવિ ઠાકુર અને દેવેન્દ્ર ભુટ્ટોના નામ સામેલ છે. આ ધારાસભ્યો વિધાનસભામાં જયરામ ઠાકુરને પણ મળ્યા છે. બે ધારાસભ્યો, કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર રાણા અને ઈન્દ્રદત્ત લખનપાલ, મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના ગૃહ જિલ્લા હમીરપુરના છે. ભાજપના સમર્થનમાં મતદાન કરનારા ત્રણ અપક્ષ ધારાસભ્યોના નામ આશિષ શર્મા, કેએલ ઠાકુર અને હોશિયાર સિંહ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button