શિમલા: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પર સંકટ ઘેરાઈ રહ્યું છે. ભાજપ વિધાનસભ્યના નેતા દળ રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને મળ્યા હતા અને ગૃહમાં નાણાકીય બજેટ માટે ડિવીઝન ઓફ વોટની માંગ કરી હતી. જયરામ ઠાકુરે કહ્યું કે અમે રાજ્યપાલને મળ્યા અને વર્તમાન ઘટનાક્રમ વિશે માહિતી આપી. આ સરકારને સત્તામાં રહેવાનો નૈતિક અધિકાર નથી.
રાજ્યપાલને મળ્યા બાદ જયરામ ઠાકુરે કહ્યું છે કે સુખવિંદર સિંહ સુખુ સરકાર પાસે બહુમતી નથી. તેમણે કહ્યું કે સુખુ સરકારે બહુમતી સાબિત કરવી જોઈએ. હવે, હિમાચલમાં કોંગ્રેસ સરકાર સામે સંકટ સતત ઘેરું બની રહ્યું છે.
જયરામ ઠાકુરે કહ્યું, ‘અમે રાજ્યપાલને છેલ્લા કેટલાક સમયથી વિધાનસભામાં ચાલી રહેલા ઘટનાક્રમ અંગે જાણકારી આપી છે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામો અને વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો કોંગ્રેસને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસ આમારા કારણે નહીં, પણ પોતાના કારણે મુશ્કેલીમાં છે.
વિપક્ષના નેતા જયરામ ઠાકુરે કહ્યું કે મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ નૈતિક આધાર પર પદ છોડવું જોઈએ. અમે વિધાનસભા અધ્યક્ષ પાસે માંગ કરી હતી કે કટ મોશન પણ ડિવીઝન ઓફ વોટના આધારે થવું જોઈએ. જ્યારે પણ ફાઇનાન્સિયલ બીલ પસાર થાય, ત્યારે બજેટ પસાર કરવા માટે ફ્લોર ટેસ્ટ અને ડિવીઝન ઓફ વોટના થવું જોઈએ.
રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ હર્ષ મહાજને પોતાની જીત બાદ કહ્યું કે જો તેમને શરમ હોય તો મુખ્ય પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર પડશે અને ભાજપની સરકાર બનશે, રાજ્યમાં એક અઠવાડિયા કે એક મહિનામાં કોંગ્રેસની સરકાર પડી જશે. મહાજને પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આપ્યો હતો.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને મળ્યા બાદ ભાજપના વિધાન સભ્ય વિપિન સિંહ પરમારે કહ્યું છે કે અમે વિધાનસભાની અંદર અધ્યક્ષના વર્તન અંગે રાજ્યપાલ સાથે વાત કરી છે. અમારી માંગ છે કે જ્યારે પણ કટ મોશન લાવવામાં આવે છે ત્યારે તેના પર ચર્ચા થાય, વિપક્ષનો અધિકાર છે. જે રીતે વિરોધનો અવાજ દબાવવામાં આવ્યો હતો. જ્યારે અમે સ્પીકરને આ અંગે જણાવવા ગયા તો અમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. તેથી જ આજે અમે અહીં આવ્યા છીએ.
Taboola Feed