Himachal Pradeshના કુલ્લુ માં મોટો માર્ગ અકસ્માત, બસ ખાઈમાં પડી અનેક લોકો માર્યા ગયાની આશંકા

કુલ્લુ : હિમાચલ પ્રદેશના(Himachal Pradesh)કુલ્લુના આનીમાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક ખાનગી બસ ઉંડી ખાઈમાં પડી હતી બસ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ છે. આ અકસ્માત આનીના શકેલહર પાસે થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બસમાં 25 લોકો સવાર હતા.
સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ કુલ્લુના આની સબ-ડિવિઝનના સ્વદ-નાગન રોડ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે બસમાં 20 થી 25 લોકો સવાર હતા અને આ બસ કારસોગથી આવી રહી હતી. પરંતુ તે દરમિયાન તેનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસ ખાઈમાં પડી હતી. ઘણા ઘાયલ મુસાફરો બસની આસપાસ પડેલા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી છે અને પોલીસ અને વહીવટીતંત્રની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Also Read – Kurla Accident: નોકરીનો પહેલો દિવસ જીવનનો અંતિમ દિવસ બન્યો, તો નાઈટશિફ્ટ..
બસ રોડથી 200 મીટર નીચે પડી
આ ઘટનામાં બસને સંપૂર્ણ નુકસાન થયું હતું. આ બસ રોડથી 200 મીટર નીચે પડી છે. લોકો પોતાના ખાનગી વાહનોમાં ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક વળાંક પર ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ સીધી નીચે ખાઈમાં ઉતરી ગઈ અને તેના ટુકડા થઈ ગયા છે.