CID Probes CM Sukhu's Samosa Order in Himachal Pradesh"

મુખ્ય પ્રધાનના સમોસા કોણ ખાઈ ગયું? CIDની તપાસ, પોલીસકર્મીઓને નોટિસ, જાણો શું છે મામલો

શિમલા: હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ (Sukhvinder Singh Sukhu) હાલ એક અલગ જ પ્રકારના મામલામાં ચર્ચામાં છે. સુખવિંદર સિંહ સુખુ માટે ઓર્ડર કરવામાં આવેલા સમોસા કોણ લઇ ગયું એ હાલમાં હિમાચલ પ્રદેશ પોલીસ માટે મોટો મુદ્દો બની ગયો છે.

5 સ્ટાર હોટલમાંથી સીએમ સુખવિંદર સિંહ સુખુ માટે મંગાવેલા સમોસા કોઈ બીજી જગ્યાએ ચાલ્યા ગયા હતા. જે બાદ પાંચ પોલીસકર્મીઓ સામે કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે.CID તપાસમાં સમોસા અને કેક સાથેના ત્રણ બોક્સ અંગે બેદરકારી દાખવવાને “સરકાર વિરોધી” કૃત્ય ગણાવવામાં આવ્યું. 21 ઓક્ટોબરે બનેલી આ ઘટનામાં એક મહિલા ઈન્સ્પેક્ટર સહિત પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુખુ સમોસા ખાતા પણ નથી. સીએમ તાજેતરમાં માંદગીમાંથી સાજા થયા છે અને મસાલેદાર, તેલયુક્ત ખોરાક નથી લઇ રહ્યાં.શું છે મામલો:ગત, 21 ઓક્ટોબરના રોજ મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા CID હેડક્વાર્ટર ગયા હતા. અહીં મુખ્ય પ્રધાન માટે લાવવામાં આવેલા સમોસા તેમના સ્ટાફમાં વહેંચી દેવામાં આવ્યા હતા. સીઆઈડીએ તેની તપાસ કરી હતી. તાપસમાં શું જાણવા મળ્યું:તપાસમાં જાણવા મળ્યું કે આ બોક્સ મહિલા નિરીક્ષકને સોંપવામાં આવ્યા હતા, તેણે કોઈ વરિષ્ઠ અધિકારી સાથે પુષ્ટિ કરી ન હતી અને તેમને મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (MT) વિભાગમાં મોકલ્યા હતા.

આ ભૂલને કારણે, આ બૉક્સ તેમના યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે પહેલાં જ ખોવાઈ ગયા હતા.તપાસ અહેવાલમાં જણાવાયું છે કે ત્રણ બોક્સમાં રહેલો નાસ્તો આઈજીની ઓફિસમાં બેઠેલા 10-12 લોકોને ચા સાથે પીરસવામાં આવી આવ્યો. ત્રણ બોક્સ જે હોટલમાંથી લાવવામાં આવ્યા હતા, જેમાં રહેલો નાસ્તો મુખ્ય પ્રધાન માટે હતોભાજપે કર્યા પ્રહાર;સમોસા વિવાદ બાબતે ભાજપે હિમાચલ સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકારને લોકોની સમસ્યા કરતાં મુખ્ય પ્રધાનના ભોજનની વધુ ચિંતા છે. બીજેપી વિધાનસભ્ય અને મીડિયા પ્રભારી રણધીર શર્માએ કહ્યું, “એવું લાગે છે કે સરકારને કોઈ વિકાસ કામમાં રસ નથી અને તેનું ધ્યાન માત્ર ભોજન પર છે.”

Back to top button