નેશનલ

હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીનો ચમકારો, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના શીત લહેરની આગાહી

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં લધુત્તમ તાપમાનના બે ડિગ્રીનો ઘટાડો થયો છે. તેમજ હવામાન વિભાગે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ માટે શીત લહેરની આગાહી કરી છે. જયારે17 નવેમ્બર સુધી ઠંડી માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

હિમાચલમાં 11 સ્થળોએ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે હિમાચલ પ્રદેશમાં તાપ નીકળતા કારણે દિવસના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો, પરંતુ સવાર અને સાંજની ઠંડી હજુ પણ ચાલુ રહી હતી. રાજ્યના 11 સ્થળોએ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. તાબોમાં રાત્રિનું તાપમાન માઈનસ 5.3 કુકુમસેરીમાં માઈનસ 4. 1 અને કલ્પામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગે 20 નવેમ્બર સુધી સ્વચ્છ હવામાનની આગાહી કરી છે. તેમજ દેશના મોટા ભાગમાં ઠંડી વધતા હવામાન વિભાગે લોકોને સાવધ રહેવાની સલાહ આપી છે.

જમ્મુ કાશ્મીરમાં પણ ઠંડીનો ચમકારો

જયારે જમ્મુ કાશ્મીરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં કાશ્મીર ખીણમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેમાં શ્રીનગરમાં મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ હતું. પરંતુ લઘુત્તમ તાપમાન માઈનસ 1.9 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું. પહેલગામમાં લઘુત્તમ માઈનસ 3.8 ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગમાં લઘુત્તમ 0. 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

પશ્ચિમ બંગાળમાં પારો ગગડ્યો

પશ્ચિમ બંગાળમાં લઘુત્તમ તાપમાન આગામી બે દિવસ સુધી સામાન્યથી 2 ડિગ્રી નીચે રહેવાની આગાહી છે. દાર્જિલિંગમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જયારે મેદાની વિસ્તારોમાં બીરભૂમના શ્રીનિકેતનમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. કોલકાતામાં, તાપમાન 17.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. જે સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછું છે. રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે, સવારે ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો…રામ રાખે તેને કોણ ચાખે! હિમાચલ અકસ્માતમાં ભાઈ-બહેન માટે બસની છેલ્લી સીટ બની જીવાદોરી, જાણો કેવી રીતે બચ્યો જીવ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button