હિમાચલના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ખીણમાં ખાબકતા છ લોકોના મોત

ચંબા : હિમાચલ પ્રદેશના ચંબામાં ગુરુવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચંબાના ચુરાહ નજીક એક કાર ઉંડી ખીણ માં ખાબકતા છ લોકોના મોત થયા છે. આ મૃતકોમાં બે મહિલા, બે પુરુષ અને બે બાળકો સવાર છે. જે ખીણ કાર ખાબકી હતી તે પાંચસો મીટર ઉંડી હતી.
ચાલુ કાર પર મોટો ખડક પડ્યો હતો
આ ઘટનાની મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે 9.20 વાગ્યે એક કાર ભજરાડુથી શ્રીનગર તરફ જઈ રહી હતી. ત્યારે ચાલુ કાર પર મોટો ખડક પડ્યો હતો. જેના લીધે કાર 500 મીટર નીચે ખીણમાં ખાબકી હતી. આ ગાડીમાં છ લોકો સવાર હતા. આ તમામના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.
કારમાં સવાર તમામ લોકોના મોત થયા
આ દુર્ઘટના અંગે સલુનીના ડીએસપી રંજન શર્માએ જણાવ્યું હતું કે, આ અકસ્માતની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી મૃતકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ તમામ લોકો ચંબાના ચુરાહના રહેવાસી હતા. તેમજ આ દુર્ઘટના માનવીય ભૂલના કારણે નથી થઈ.
આ ઉપરાંત આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો એક જ પરિવારના હતા. આ મૃતકોની ઓળખ, રાજેશ કુમાર હંસો, આરતી, દિપક, રાકેશ અને હેમપાલ તરીકે કરવામાં આવી છે.
પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમજ તેના લીધે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ પણ બની છે. તેમજ આ વિસ્તારમાં મુસાફરી પૂર્વે સલામતી પણ રાખવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો…હિમાચલમાં ભારે વરસાદથી તબાહી, અત્યાર સુધી 184 લોકોના મોત…