‘તમને જેલમાં મોકલીશું’: જાણો દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજને કોર્ટે ચેતવણી કેમ આપી
નવી દિલ્હીઃ દિલ્હીના આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવને ક્લિનિકલ સંસ્થાઓના નિયમન માટે કાયદો ઘડવા અંગેના ન્યાયિક આદેશોનું પાલન ન કરવા બદલ ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેમને જેલમાં મોકલી શકાય છે.
કોર્ટે કાર્યવાહી દરમિયાન હાજર આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ અને આરોગ્ય સચિવ એસબી દીપક કુમારને કહ્યું હતું કે, તેઓ “સરકારી નોકર” છે અને આટલો બધો અહંકાર ન ધરાવી શકે.
કોર્ટે ફેબ્રુઆરીમાં ભારદ્વાજ અને કુમારનો એક ઈમેલ જોયા બાદ તેમની સમક્ષ હાજર થવા કહ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી હેલ્થ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) બિલ પર ચર્ચા દરમિયાન મંત્રીને લૂપમાં રાખવામાં આવ્યા ન હતા.
કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની બેન્ચે કહ્યું હતું કે, અમને પરેશાની એ છે કે અરજદાર એક સામાન્ય માણસની દુર્દશાને ઉજાગર કરી રહ્યા છે, તે અમને કહી રહ્યા છે કે તમામ પ્રકારના લેબ રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે સાચા અને સાચા નથી અને સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે. પરંતુ આ તમારી રમત છે. તમારા બંને વચ્ચે અને જુદા જુદા જૂથો વચ્ચે જે ચાલી રહ્યું છે તે કોર્ટને અસ્વીકાર્ય છે.
તમારે વ્યવહારું બનવું પડશે અને ખાતરી કરવી પડશે કે આ બે લોકો વચ્ચેની લડાઇથી દલાલોને ફાયદો ના થાય. જો મંત્રી અને સચિવ મુદ્દાઓને હેન્ડલ ના કરી શકતા હોય તો કોર્ટ તૃતીય પક્ષને વસ્તુઓ હેન્ડલ કરવા અથવા શું કરવું તે અંગે આદેશો પસાર કરવા માટે કહેશે. “અમારી સાથે આવું ના કરો નહીંતર તમે બંને જેલમાં જશો.
જો આનાથી સામાન્ય માણસને ફાયદો થતો હશે તો ્મને તમને બંનેને જેલમાં મોકલવામાં કોઇ સંકોચ નથી. તમે આમ અહંકારી ના થઇ શકો. તમે સરકારી નોકર છો. સરકાર અને તમારે બંનેએ સામાન્ય માણસને ફાયદો થાય એ સુનિશ્ચિત કરવાનું છે. લોકોને તેમના બ્લડ સેમ્પલના ખોટા રિપોર્ટ મળી રહ્યા છે. અને તમે શું કરી રહ્યા છો?
દિલ્હી હાઇ કોર્ટમાં બેજોન કુમાર મિશ્રાની 2018ની અરજીની સુનાવણી ચાલી રહી હતી, જેમાં આક્ષેપ કરવામાં કરવામાં આવ્યો હતો કે દિલ્હીમાં અયોગ્ય ટેક્નિશિયનો અને અનધિકૃત પ્રયોગશાળાઓ તથા નિદાન કેન્દ્રો કાર્યરત છે, જે દર્દીઓને ખોટા અહેવાલ આપી રહ્યા છે. દિલ્હીમાં આવી હજારો ગેરકાયદેસર પેથોલોજીકલ અને ડાયગ્નોસ્ટિક લેબ ધમધમે છે જે નાગરિકોના જીવન માટે જોખમ ઊભું કરે છે.
જેમાં સૌરભ ભારદ્વાજના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે મે- 2022માં જ દિલ્હી હેલ્થ બિલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કોર્ટે સવાલ કર્યો હતો કે આ બિલને કેન્દ્રની મંજૂરી માટે હજી સુધી કેમ મોકલવામાં આવ્યું નથી અને જણાવ્યું હતું કે જો આમાં સમય લાગતો હોય તો દિલ્હી સરકારે કેન્દ્ર સરકારના કાનૂન- ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રજિસ્ટ્રોશન્સ એન્ડ રેગ્યુલેશન્સ) એક્ટ, 2010 લાગુ કરવા વિચારવું જોઇએ.