નેશનલ

રાહુલ ગાંધીની નાગરિકતા પર હાઈ કોર્ટનો સવાલ, કેન્દ્રને 10 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ

લખનઉ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા અંગેની અરજી પર અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે કડક વલણ અપનાવ્યું છે. હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસની અંદર રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં. આ મામલાની આગામી સુનાવણી 5 મેના રોજ થશે.

આગામી સુનાવણી 5 મેના રોજ

મળતી વિગતો અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતાને પડકારતી અરજી પર સોમવારે અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં સુનાવણી થઈ હતી. આ કેસમાં હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને કડક સૂચના આપતા 10 દિવસની અંદર રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે કેન્દ્રને સ્પષ્ટપણે પૂછ્યું કે, જણાવો કે રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં. કેસની આગામી સુનાવણી 5 મેના રોજ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઈડીનો ગુસ્સો ઈસી પર ઠાલવ્યોઃ રાહુલ ગાંધી પર ભાજપનો કટાક્ષ

વહેલી તકે તથ્યો સાથે જવાબ આપવાનો આદેશ

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એક સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે તેને અપૂરતો ગણાવીને સરકારને વધુ સ્પષ્ટ જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીની નાગરિકતા શંકાસ્પદ છે, જેના આધારે તેમની લોકસભા સભ્યપદને પણ પડકારવામાં આવી છે. હાઈ કોર્ટની લખનઉ બેન્ચે આ મામલાને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારને શક્ય તેટલી વહેલી તકે તથ્યો સાથે જવાબ આપવાનો આદેશ આપ્યો હતો.

આ મામલો રાષ્ટ્રીય મહત્વનો

હાઈ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને કેન્દ્ર સરકારને શક્ય તેટલી વહેલી તકે તથ્યો સાથે જવાબ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ મામલો રાષ્ટ્રીય મહત્વનો છે અને તેમાં વિલંબ સ્વીકાર્ય નહીં હોય. કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ 10 દિવસમાં આ અંગેનો રિપોર્ટ રજૂ કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button