નેશનલ

પોતાની સગવડ પ્રમાણે કાયદાનું અર્થઘટન કરવા માટે હાઈ કોર્ટે મેજિસ્ટ્રેટની કાઢી ઝાટકણી

મધ્યપ્રદેશ હાઈ કોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટની સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી વખતે પોતાની સવગડતા પ્રમાણે કાયદાનું અર્થઘટન કરવા બદલ ઝાટકણી કાઢી હતી. અને ન્યાયાધીશ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી અને પ્રણય વર્માની બેન્ચે ઈન્દોરમાં જિલ્લા મેજિસ્ટ્રેટને ₹10,000નો દંડ ફટકાર્યો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીને પોતાની સગવડતા મુજબ કાયદાનું અર્થઘટન કર્યું અને કાયદાનો ખોટી રીતે ઉપયોગ કર્યો આથી તેમને ભારે દંડ થવો જોઇએ. આ ઉપરાંત તેમની આ હરકતના કારણે કોર્ટનો અને તમામ લોકોનો કિંમતી સમય પણ બગડ્યો છે. અને એટલે જ કોર્ટ અધિકારીને દંડ ફટકારવા મજબૂર છે.


ઘટના કંઇક એવી હતી કે એર શાહુકારે એક અધિકારી વ્યક્તિને ઉધાર નાણા આપ્યા હતા પરંતુ તે અધિકારી પોતાના અધિકારોનો ખોટી રીતે ઉપયોગ કરી ને નાણા પરત કરવામાં ખોટી રીતે સમય માંગી રહ્યો હતો આ ઉપરાંત તે પોતાના હોદ્દાની શાખ આપીને શાહુકારને પૈસા પરત ન કરવા પડે તે માટે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને હેરાન કરશે એ રીતે ડરાવી રહ્યો હતો.


ત્યારે ખંડપીઠે આ ઘટનામાં એમ કહ્યું હતું કે આ બીજી વખત છે જ્યારે ધિરાણકર્તાને આ મામલે કોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે શાહુકારને વહેલામાં વહેલી તકે તેના નાણા પરત આપવાનો આદેશ કરે છે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે એડીએમને પોતાની સત્તાનો મનસ્વી રીતે ઉપયોગ કરવાની આદત છે. તોમજ કોર્ટે એડીએમને ભવિષ્યમાં આવા વર્તન ન કરવા ચેતવણી આપી હતી. આ સાથે અરજીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button