જીએસટીમાં ઘટાડોઃ હેરિટેજ ફૂડ ડેરી ઉત્પાદનોનાં ભાવ ઘટાડશે | મુંબઈ સમાચાર
વેપાર

જીએસટીમાં ઘટાડોઃ હેરિટેજ ફૂડ ડેરી ઉત્પાદનોનાં ભાવ ઘટાડશે

નવી દિલ્હીઃ ડેરી ઉત્પાદનો પરનાં ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ના દરમાં ઘટાડાના સરકારના નિર્ણયને પગલે ડેરી કંપની હેરિટેજ ફૂડ્સ તેનાં ડેરી ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરશે, એમ એક યાદીમાં જણાવ્યું છે.

કંપનીએ યાદીમાં જણાવ્યું હતું કે તહેવારોની મોસમ પૂર્વે આગામી 22મી સપ્ટેમ્બરથી અમે જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા જીએસટીનાં દરનાં તાર્કિકરણનો લાભ ગ્રાહકોને પસાર કરીશું. કંપની લાંબા સમય સુધી બગડે નહીં તેવાં યુએચટી દૂધનાં ભાવમાં લિટરદીઠ રૂ. ત્રણનો ઘટાડો કરશે, જ્યારે તાજા દૂધનાં ભાવ યથાવત્‌‍ રાખશે કેમકે આ શ્રેણીનાં દૂધ પર જીએસટીનાં દરથી મુક્ત હતા.

આ પણ વાંચો: જીએસટીમાં ઘટાડોનો ફાયદોઃ મારુતિએ કારના ભાવ ઘટાડ્યા, જાણો કેટલી સસ્તી થઈ કાર

વધુમાં કંપની ઘીનાં ભાવમાં લિટરદીઠ રૂ. 50નો અને બટરના ભાવમાં કિલોદીઠ રૂ. 50નો તેમ જ ચીઝ તથા પનીરનાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. 50 અને રૂ. 25નો ઘટાડો કરશે. આ ઉપરાંત આઈસક્રીમના સેગ્મેન્ટમાં કંપની 950 એમએલના પેકમાં રૂ. 35નો અને 700 એમએલના પેકમાં રૂ. 20નો ઘટાડો કરશે.

સામાન્યપણે તહેવારોની મોસમમાં ડેરી ઉત્પાદનોમાં વપરાશી માગ વધતી હોય છે ત્યારે ભારત જીએસટીનાં ઘટાડા સાથે તહેવારોની માગ માટે સજ્જ થઈ રહ્યું હોવાનું કંપનીએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્નઝ્યુમર ફર્સ્ટ મૂવ હેઠળ આ પગલાંથી પરિવારો ઉચ્ચ ગુણવત્તાવાળા ડેરી ઉત્પાદનોના વધુ પોસાણલક્ષી ભાવથી તહેવારોની ઉજવણી કરશે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button