રાંચી: હેમંત સોરેનએ આજે 4 થી જુલાઇએ ઝારખંડના મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. રાજ્યપાલએ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે પુનઃ મુખ્યમંત્રી પદની કમાન હાથમાં લઈ લીધી છે. તેઓ ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે.
ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને બુધવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બાદ હેમંત સોરેન દ્વારા રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને સાથે તેના ધારાસભ્યોએ સમર્થન પત્રો પણ રજૂ કર્યા. આ બાદ આજે હેમંત સોરેને સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સમયે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન પણ રાજભવન પહોંચી ગયા હતા.
હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. આજે રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે વ્યક્તિગત રીતે ત્રીજી વખત શપથ લીધા છે અને આમ તેઓ ઝારખંડના 13મા મુખ્યમંત્રી બન્યા. આ પ્રસંગે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, માતા રૂપી સોરેન, કોંગ્રેસ, JMM અને આરજેડીના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.