નેશનલ

હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત નહીં, કાલે ફરી સુનાવણી

નવી દિલ્હીઃ જમીન કૌભાંડ કેસમાં જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેને સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલની જેમ વચગાળાની રાહતની માંગ કરી છે, પરંતુ હાલમાં તેઓને કોઈ રાહત મળતી હોય તેવું લાગતું નથી.

ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલની જેમ વચગાળાના જામીનની માંગ કરતી હેમંત સોરેનની અરજી પર સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસની સુનાવણી બુધવારે પણ ચાલુ રહેશે. સોરેને જમીન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડને પડકારી છે. મંગળવારે સોરેનની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે આ કેસમાં વિશેષ અદાલતે તપાસ એજન્સીની ચાર્જશીટને ધ્યાનમાં લીધી છે અને જામીન અરજી પણ ફગાવી દીધી છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની વેકેશન બેન્ચે સોરેનની અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે આ મામલે બુધવારે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન, સોરેન વતી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જમીનનો મુદ્દો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળનો મામલો નથી અને આવી સ્થિતિમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સોરેનની ધરપકડ કરવાનો અધિકાર નથી.

આ પણ વાંચો : ઝારખંડ: હેમંત સોરેન બાદ હવે મંત્રી આલમગીર આલમની EDએ કરી ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું જો સોરેનને ચૂંટણીના આધારે વચગાળાના જામીન આપવામાં આવે તો જેલમાં બંધ ઘણા રાજકારણીઓને વચગાળાની રાહત આપવી પડશે. ધરપકડને પડકારવાની સાથે સોરેન વચગાળાના જામીનની માંગ કરી રહ્યા છે.
હવે આ મામલે આવતી કાલે સુનાવણી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button