નેશનલ

હેમંત સોરેને આપ્યું રાજીનામું: ઇડીની કસ્ટડીમાં

રાંચી: હેમંત સોરેને ઝારખંડના મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતુ. રાજીનામા બાદ મની લોન્ડરિંગ કેસમાં આરોપી હેમંત સોરેનની ઇડીએ કસ્ટડીમાં લીધા હતા. એક રિપોર્ટ અનુસાર, લગભગ સાત કલાકની લાંબી પૂછપરછ બાદ ઇડીની ટીમે હેમંત સોરેને કસ્ટડીમાં લીધા હતા. અગાઉ હેમંત સોરેને રાજભવન પહોંચીને ઝારખંડના મુખ્યપ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કથિત જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગ મામલે અત્યાર સુધીની પૂછપરછમાં ઇડી અધિકારીઓ હેમંત સોરેનના જવાબોથી સંતુષ્ટ નથી. હેમંત સોરેને અત્યાર સુધીની પૂછપરછમાં માત્ર હા અને નામાં જ જવાબ આપ્યા છે. ઇડીના અધિકારીઓએ હેમંત સોરેનને ૪૦ થી વધુ પ્રશ્નો પૂછ્યા છે. દરમિયાન રાંચીના ઘણા વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી. સીએમ હાઉસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

ઝારખંડના નવા મુખ્ય પ્રધાન બની શકે છે ચંપઇ સોરેન
રાંચી: ઝારખંડના આગામી મુખ્ય પ્રધાન ચંપઈ સોરેન બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપઈ સોરેનને હેમંત સોરેનની ખૂબ નજીકના માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્ય પ્રધાન બની શકે છે. તેઓને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ચંપઈ સોરેનની તરફેણમાં સમર્થનનો પત્ર સોંપ્યો હતો. એટલે કે હવે ચંપઈ સોરેન ઝારખંડના નવા સીએમ બની શકે છે.

જેએમએમના નેતા રાજેશ ઠાકુરે જણાવ્યું હતું કે ચંપઈ સોરેનના નામ પર સર્વસંમતિ સધાઈ છે. હેમંત સોરેનની ધરપકડ બાદ સીએમ આવાસ, રાજભવન, ભાજપ કાર્યાલય સહિત રાંચીના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button