સાંસદોના સસ્પેન્શન પર શું કહ્યું હેમા માલિનીએ
નવી દિલ્હીઃ દેશની સાંસદ માટે બહુ મોટી ઘટના ઘટી છે જેમાં બે દિવસમાં 141 વિરોધપક્ષના સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સ્વાભાવિક રીતે વિપક્ષો સત્તાધારી પક્ષ પર વરસી પડ્યા છે ત્યારે અભિનેત્રી અને લોકસભાની સાંસદ હેમા માલિનીએ આ સાંસદોનો દોષ કાઢ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જેમને સસ્પેન્ડ કર્યા છે તેનો અર્થ સ્પષ્ટ થાય છે કે તેમણે કંઈક ખોટું કર્યું હશે.
તેમણે સાંસદોના વાંક કાઢતા જણાવ્યું કે તેઓ ઘણા પ્રશ્નો પૂછે છે અને વિચિત્ર વર્તન કરે છે. મથુરાના સાંસદએ એવો આક્ષેપ પણ કર્યો કે વિપક્ષનું એકમાત્ર લક્ષ્ય સંસદને ખોરવીને મોદી સરકારનો વિરોધ કરવાનું છે. વિપક્ષના બે તૃતીયાંશ સાંસદોના સસ્પેન્શનને યોગ્ય ઠેરવતા ભાજપના સાંસદે કહ્યું કે સસ્પેન્શનનો સ્પષ્ટ અર્થ છે કે તેઓએ કંઈક ખોટું કર્યું છે.
હેમા માલિનીએ કહ્યું કે જો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો તેનો અર્થ એ છે કે તેમણે કંઈક ખોટું કર્યું છે. તેમણે સંસદના નિયમો અનુસાર કામ કરવું જોઈએ. પરંતુ તેઓ એવું નથી કરતા, તેથી જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજેપી સાંસદે કહ્યું કે, તેમાં કંઈ ખોટું નથી.
આ સાથે તેમણે ગઈકાલે ઈન્ડિયા ગઠબંધનની બેઠકનો પણ ઉલ્લેખ કર્યો હતો. હેમા માલિનીએ કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય એ પણ છે કે સંસદને કોઈ પણ રીતે કામકાજ ન થવા દે અને મોદી સરકારને કોઈપણ રીતે અટકાવી શકાય. તેઓ ખૂબ જ કામ કરી રહ્યા છે. તેને દૂર કરવું મુશ્કેલ છે, પરંતુ તે સફળ થશે નહીં.