તમિળનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ | મુંબઈ સમાચાર
નેશનલ

તમિળનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

ભારે વરસાદ: તિરુનેલવેલી જિલ્લામાં શનિવારે ભારે વરસાદને પગલે ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ક્ધયાકુમારી જિલ્લામાં ભારે વરસાદ બાદ લોકોને બચાવી રહેલા તમિળનાડુ ફાયર ઍન્ડ રેસ્ક્યૂ સર્વિસના અધિકારીઓ. (એજન્સી)

ચેન્નઈ: તમિળનાડુના દક્ષિણી જિલ્લાઓ જેમાં થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી, ક્ધયાકુમારી અને રામનાથપુરમ, તુતીકોરિન અને તેનકાસી જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે તમિળનાડુના પૂર્વી તટીય વિસ્તારો અને મન્નારની ખાડી પર ચક્રવાતી પવનની ચેતવણી પણ આપી છે. આગાહી અનુસાર ૧૮ ડિસેમ્બરે તમિલનાડુના ક્ધયાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, રામનાથપુરમ, પુડુકોટ્ટાઈ અને તંજાવુર જિલ્લાઓમાં એક કે બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૧૯ ડિસેમ્બરે તમિલનાડુના ક્ધયાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, પુડુચેરી, કરાઈકલમાં અને રામનાથપુરમ જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે.

તેમ જ ૧૮ ડિસેમ્બર એટલે કે બંગાળની દક્ષિણ-પશ્ર્ચિમ ખાડી, શ્રીલંકા-તમિળનાડુના દરિયાકાંઠા, મન્નારનો અખાત, કોમોરિન વિસ્તારમાં પવનની ગતિ ૪૦-૪૫ કિમી પ્રતિ કલાક અને ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઇ શકે છે. કેરળના તટ વિસ્તારોમાં અને લક્ષદ્વીપ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. તેથી હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ના જવાની ચેતવણી આપી હતી. જેના પગલે ૨૫થી વધુ માછીમારોએ ૬૫૦થી વધુ બોટ અને ૩,૩૦૦ ફાઈબર બોટને દરિયાકિનારે લાંગરી દીધી હતી.

આ ઉપરાંત ચેન્નઈમાં આગામી ૨૪ કલાક સુધી આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. ચેન્નઈમાં પણ માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button