ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેની કેટલીક ટ્રેનો રદ કરાઇ
અમદાવાદઃ પશ્ચિમ રેલવે વડોદરા મંડલના ભરૂચ-અંકલેશ્વર સેકશનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર જોખમના નિશાનની ઉપર હોવાથી તા.18મીના રોજ નીચેની ટ્રેનો રદ કરવામાં આવી છે, તેવી માહિતી રેલવેએ આપી હતી.
જે ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં ટ્રેન નં. 22953 મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, ટ્રેન નં. 20901 મુંબઇ સેન્ટ્રલ ગાંધીનગર વંદેભારત એક્સપ્રેસ, ટ્રેન નં. 20902 ગાંધીનગર મુંબઇ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ, ટ્રેન નં. 12009 મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, ટ્રેન નં. 12010 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, ટ્રેન નં. 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ટ્રેન નં. 12934 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, ટ્રેન નં. 12932 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ, ટ્રેન નં. 82902 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ, ટ્રેન નં. 22954 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ, ટ્રેન નં. 12933 મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ અને ટ્રેન નં. 82901 મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.