નેશનલ

દક્ષિણ ફિલિપાઇન્સમાં ભારે વરસાદથી ભૂસ્ખલન: ૧૦નાં મોત

દાવાઓ (ફિલિપાઇન્સ): દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થયું હતું જેમાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા અને બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે તે સમયે ઘરમાં ખ્રિસ્તીઓ પ્રાર્થના કરી રહ્યા હતા.

સરકારના નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રાદેશિક વડા એડનાર દયાનધિરંગે જણાવ્યું હતું કે દાવાઓ ડી. ઓરો રાજ્યમાં મોનકાયોમાં પર્વતીય ગામમાં ભૂસ્ખલન બાદ પાંચથી ૧૦ લોકો ગુમ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે બચાવકર્મીઓ ભારે વરસાદને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે. તેમણે ન્યૂઝ એજન્સી એપીને જણાવ્યું હતું કે જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે તેઓ ઘરે પ્રાર્થના કરી રહ્યા હતા. તે દુ:ખદ છે પરંતુ તે જમીન પર વાસ્તવિકતા છે. તેમણે જણાવ્યું કે ભૂસ્ખલન ઉપરાંત કેટલાક દિવસોના ભારે વરસાદને કારણે નીચાણવાળા ગામોમાં પણ પૂર આવ્યું અને અન્ય બે અંતરિયાળ પ્રાંતોમાં ૬,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ફિલિપાઈન દ્વીપસમૂહમાં જૂનથી શરૂ થતી વરસાદની સીઝનમાં દર વર્ષે ઓછામાં ઓછા ૨૦ તોફાનો અને ટાયફૂન આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button