નેશનલ

પાકિસ્તાનમાં ભારે વરસાદ: ૩૭નાં મોત

પેશાવર: પાકિસ્તાનમાં છેલ્ લાં ૪૮ કલાકમાં થયેલા ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા ૩૭ જણનાં મોત થયા હોવાનાં અહેવાલ છે.

ભારે વરસાદને કારણે અનેક ઘરો તૂટી પડ્યા હતા તેમ જ અનેક જગ્યાએ-ખાસ કરીને વાયવ્ય ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ભેખડો ધસી પડવાની બનેલી ઘટનાને કારણે રસ્તાઓ પર અવરોધ ઊભો થયો હતો અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હોવાનું વહીવટકર્તાઓએ જણાવ્યું હતું.

ખૈબર પખ્તુનખ્વા પ્રાન્તમાં વરસાદ સંબંધિત બનેલી ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૭ બાળકનાં મોત થયા હતા.

છેલ્લાં ૪૮ કલાકમાં દસ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા ૩૭
જણ ઘાયલ થયા હોવાનું તેમણે કહ્યું હતું.

મુખ્ય પ્રધાન કેપીકે અલી અમીને કહ્યું હતું કે અસરગ્રસ્તોને આવી પરિસ્થિતિમાં એકલા છોડી દેવામાં નહીં આવે અને તેમને નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવશે.

વાયવ્ય બલુચિસ્તાન પ્રાન્તમાં ગ્વાદર શહેરના કિનારા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી અને ઓછામાં ઓછા પાંચ જણનું મોત નીપજ્યું હતું.

લોકોને સલામત સ્થળે ખસેડવા વહીવટીતંત્રએ બૉટનો ઉપયોગ કરવો પડ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લાં ૪૮ કલાકમાં થયેલા ભારે વરસાદે ગ્વાદરમાં સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું અને સેંકડો લોકો ઘરવિહોણા થઈ ગયા હતા.

પૂરના પાણી ઘર અને વેપારી સંસ્થાનોમાં પ્રવેશ્યા હતા જેને કારણે અનેક ઘરો અને વેપારી સંસ્થાનો તૂટી પડ્યા હતા. ભારે વરસાદને કારણે રસ્તાઓને પણ અસર થઈ હતી.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (એનડીએમએ)ના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં પણ જાનમાલનું ભારે નુકસાન થયું હતું.
ભારે વરસાદને કારણે પીઓકેમાં પણ પાંચ જણનું મોત નીપજ્યું હતું.

એનડીએમએના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હાઈવે પર પડેલો કાટમાળ ખસેડવા ભારે મશીનરી અને ઉપકરણો મોકલવામાં આવ્યા હતા.

ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને હિમવર્ષાને પગલે બનેલી ભેખડો ધસી પડવાની ઘટનાને કારણે પાકિસ્તાનને ચીન સાથે જોડતા કારાકોરામ હાઈવે પણ બંધ થઈ ગયો હતો.

હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પર્યટકોને પ્રવાસ ન કરવાનું જણાવી દેવામાં આવ્યું હોવાનું વહીવટીતંત્રએ કહ્યું હતું.

હજુ ગયા અઠવાડિયે જ ભારે વરસાદને કારણે અનેક પર્યટકો અટવાઈ ગયા હતા.

પાકિસ્તાનમાં આ વરસે શિયાળુ વરસાદ મોડો પડ્યો છે. સામાન્ય રીતે નવેમ્બરમાં પડતો શિયાળુ વરસાદ આ વરસે ફેબ્રુઆરીમાં પડ્યો હતો. પાકિસ્તાનમાં શિયાળુ વરસાદ દર વરસે ભારે નુકસાન કરે છે.

વર્ષ ૨૦૨૨માં પાકિસ્તાનમાં આ સમયગાળામાં પેલા વરસાદને કારણે ૧૮૦૦ જણનાં મોત થયા હતા અને અંદાજે ૩.૩ કરોડ લોકોને અસર થઈ હતી તેમ જ ૮૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ