દાર્જિલિંગમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: ભૂસ્ખલનથી ૬ લોકોના મોત, મિરીક-કુરસિયોંગને જોડતો પુલ તૂટ્યો

દાર્જિલિંગ: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને લીધે ઓછામાં ઓછા ૬ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. આ વિનાશક ભૂસ્ખલનના કારણે જીયે ડૂડીયા આયર્ન બ્રિજ તરીકે ઓળખાતો એક લોખંડનો પુલ પણ તૂટી પડ્યો હતો, જે મિરીક અને કુરસિયોંગને જોડતો મુખ્ય માર્ગ હતો.

મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને પગલે અનેક ગામોનો રાજ્યના મુખ્ય શહેરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. મુખ્ય માર્ગો પર કાટમાળ અને કીચડ જમા થવાથી અવરજવર અટકી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
દરમિયાન, હવામાન વિભાગે દાર્જિલિંગ, કૂચ બેહાર, કાલીમપોંગ, જલપાઈગુડી અને અલીપુરદ્વાર સહિત આખા વિસ્તારમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. લોકોને સલામત સ્થળે રહેવા અને નદીકાંઠાના વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.
આપણ વાંચો: બોલો, દેશના અબજો રૂપિયા એમ જ પડ્યા છે બેંકમાં, નાણા પ્રધાને કહેવું પડ્યું કે…