Weather update: જતાં-જતાં ચોમાસુ ફરી બેઠું: રાજ્યમાં આગામી 24 કલાકમાં મૂશળધાર વરસાદની આગાહી
મુંબઇ: મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદની હાજરી જોવા મળી છે. હવે વરસાદનો પાછો જવાનો પ્રવાસ શરુ થઇ ગયો છે. છતાં હાલમાં મહારાષ્ટ્રના અનેક રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં મૂશળધાર વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. કેટલાકં વિસ્તારોમાં અતિવૃષ્ટિ તો ક્યાંક ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.
ગણેશોત્સવથી જ રાજ્યમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં સતત મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી 48 કલાકમાં જોરદાર વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મુંબઇ-કોકણ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં જોરદાર વરસાદ થયો છે.
બંગાલની ખાડીમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયો હોવાથી મોનસૂન માટે અનુકુળ વાતાવરણ તૈયાર થયું છે. કોકણના કિનારાના વિસ્તારો સહિત ગોવા, તમીળનાડૂ અને કેરલમાં અતિવૃષ્ટી થઇ છે. હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ આવતા 48 કલાકમાં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદની શક્યતાઓ છે.
હવામાન ખાતાના પુણે સેન્ટર દ્વારા કોલ્હાપૂર સહિત કોકણ અને મધ્ય મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટીનો સંકેત આપવામાં આવ્યો છે. કોલ્હાપૂર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પુણે, સાંગલી અને સાતારા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત મરાઠવાડા અને વિદર્ભમાં ક્યાંક ક્યાંક વરસાદની શક્યતાઓ રહેલી છે.
ભારતીય હવામના વિભાગ દ્વારા રહેવામાં આવ્યું છે કે આજે આખો દિવસ મુંબઇ તથા તેના આસપાસના વિસ્તારોમાં આવતા એક અઠવાડિયા બાદ ચોમાસુ પાછું ઠલવાશે. ત્યારે આ સમય દરમીયાન મુંબઇ સહિત ઉપનગરોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. ઘણી જગ્યાએ ધીમાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તો મુંબઇનું તાપમાન વધવાની પણ શક્યતાઓ છે.