ટોપ ન્યૂઝનેશનલ

Monsoon 2024: દિલ્હીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, આ રાજયો પણ  IMDની વરસાદની આગાહી

નવી દિલ્હી : સમગ્ર દેશમાં ચોમાસાનું (Monsoon 2024)આગમન થઈ ગયું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે ભારતીય હવામાન વિભાગે(IMD)કહ્યું છે કે પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધીના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી-એનસીઆર,(Delhi)તમિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યોમાં ભારે વરસાદ થવાનો છે.

અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના

IMDએ કહ્યું છે કે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. અરુણાચલમાં ભારે વરસાદથી પૂર પણ આવી શકે છે. થોડા દિવસો પહેલા ઈટાનગરમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ફરી આવું કંઇક બને તેવી ભીતિ સેવાઇ રહી છે.

ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હિમાલયન પશ્ચિમ બંગાળ, કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગે કહ્યું છે કે મધ્ય અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ થવાનો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની અપેક્ષા છે.

ગુજરાતના કેટલાક ભાગોમાં વીજળી પડી શકે છે

ઉત્તર ભારતના કેટલાક પર્વતીય રાજ્યો અને મેદાની વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ પણ જોવા મળે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ગુજરાતના કેટલાક ભાગોમાં વીજળી પડી શકે છે. રાજસ્થાનમાં જોરદાર પવન ફૂંકાશે.

દિલ્હી-NCRમાં તાપમાન ઘટીને 30 ડિગ્રીની આસપાસ

દિલ્હી-NCRમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાનીમાં વરસાદને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી 40ને પાર કરી રહેલું તાપમાન ઘટીને 30 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે.હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી એક મહિનામાં દેશના લગભગ દરેક રાજ્યોમાં ભારે વરસાદ થવાનો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો