નેશનલ

વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ ભારે વરસાદ

તમિળનાડુમાં જનજીવન ખોરવાયું

એરપોર્ટ જળબંબાકાર: ચેન્નઈમાં મિચાઉન્ગ વાવાઝોડાની અસર હેઠળ ભારે વરસાદ થતાં ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ફરી વળ્યા હતા. તેનાં પગલે વિમાનીસેવા બાધિત થઈ હતી. (પીટીઆઈ)

ચેન્નઈ: તમિળનાડુના ચેન્નઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદને કારણે સોમવારે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વર્ષ ૨૦૧૫માં નિર્માણ પામેલી પૂરની પરિસ્થિતિ જેવી સ્થિતિ ઊભી થવાનો ભય ઊભો થયો હતો.
લોકોએ જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા પડાપડી કરી હતી તો પીવાના પાણીની પણ ખૂબ જ માગ રહી હતી.
ભારે વરસાદને કારણે વીજપુરવઠા અને ઈન્ટરનેટ સેવા પણ ખોરવાઈ ગઈ હતી.
વાવાઝોડું મિચાઉન્ગ મંગળવારે આંધ્ર પ્રદેશના કિનારા વિસ્તારને અતિક્રમી ચેન્ નઈ અને પુડુચેરીમાં ત્રાટકે એવી સંભાવનાઓ વચ્ચે સોમવારે આ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો.
વાવાઝોડાનું નામ મિચાઉન્ગ રાખવાનું મ્યાનમારે સૂચન કર્યું હતું. ભારે વરસાદને કારણે ટ્રેનસેવા અને વિમાનસેવા પણ ખોરવાઈ ગઈ હતી. અનેક ટ્રેનો અને ઉડ્ડયનો રદ કરવા પડ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ હતી.
રાજ્યની રાજધાની તેમ જ પાસેના કાંચીપુરમ, ચેન્ગલપટ્ટુ અને તિરુવાલૂર જિલ્લાઓમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.
રસ્તા પરથી પાણી કાઢવા સરકાર દ્વારા યંત્રો અને ઉપકરણો કામે લગાડવામાં આવ્યા હતા.
સોમવારે સવારે સાડાઆઠ વાગે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન ચેન્નઈના પેરુનગુડીમાં ૨૯ સે.મી., તિરુવાલૂરમાં ૨૮ સે.મી. અને ચેન્ગાલપેટનામામાલાપુરમમાં ૨૨ સે.મી. વરસાદ નોંધાયો હતો.
વાવાઝોડું મંગળવારે ૯૦થી ૧૦૦ કિ.મીની ઝડપે આંધ્ર પ્રદેશ પર ત્રાટકે તેવી શક્યતા છે.
કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે સોમવારે તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન સાથે વાત કરી હતી અને રાજ્યમાં નિર્માણ પામેલી વર્તમાન સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અને જરૂરી તમામ સહાય આપવાની બાંયધરી આપી હતી.
વાવાઝોડાંની શક્યતાને ધ્યાનમાં રાખીને તમિળનાડુ સરકારે તમામ સરકારી, શૈક્ષણિક, ખાનગી કાર્યાલયો અને નાણાંકીય સંસ્થાઓમાં મંગળવારે જાહેર રજાની જાહેરાત કરી હતી.
અસરગ્રસ્ત વિસ્તારોમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવાની ખાનગી કંપનીઓને સરકારે વિનંતી કરી હતી.
જોકે પોલીસ, અગ્નિશમન દળ, સ્થાનિક સંસ્થા, દૂધ વિતરણ, પાણીપુરવઠા, વીજપુરવઠા, હૉસ્પિટલ, મૅડિકલ સ્ટોર, પરિવહન સેવા, પેટ્રોલ પંપ, હૉટલ-રૅસ્ટોરાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાહત અને બચાવ કામગીરીના કાર્યાલયો રોજની જેમ જ ચાલુ રહેશે.
ચેન્ નઈમાં કેબિનેટ પ્રધાન ઉદયાનિધિ સ્ટાલિન અને સુબ્રમણ્યિમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.
અસરગ્રસ્ત જિલ્ લાઓમાં બચાવ અને રાહત કામગીરીમાં માટે ૨૫૦ અધિકારીઓની બનેલી ૧૦ ટુકડી ગોઠવી દેવામાં આવી હતી.
ચેન્નઈ હવાઈમથકે સોમવારે સવારે ૯:૪૦ વાગ્યાથી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી વિમાનસેવા રદ કરવામાં આવી હતી. વિમાનમથક પર આવતી અને જતી ૭૦ જેટલી વિમાનસેવા રદ કરવામાં આવી હતી. ભારે વરસાદને પગલે રનવે પર પાણી ભરાઈ જતાં વિમાનસેવા રદ કરવાની ફરજ પડી હતી.
પાણી ભરાઈ જવાને કારણે શહેરના ૧૪ સબવે બંધ કરી દેવામાં આવ્યા હતા.
૧૧ સ્થળે પડી ગયેલા ઝાડને દૂર કરવામાં આવ્યા હતા. પાણી ભરેલા રસ્તા પર મગર જોવા મળ્યો હોવાનું દર્શાવતો વીડિયો પણ વાયરલ થયો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી કામ વિના ઘરની બહાર ન નીકળવાની તેમ જ રાજ્ય સરકારની સલાહનું પાલન કરવાની ગવર્નરે લોકોને અપીલ કરી હતી.
દરમિયાન, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સહાય કરવા ૩૫૦ બૉટ કામે લગાડવામાં આવી હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને સારવાર આપવા તેમ જ વરસાદ સંબંધિત માંદગીને અંકુશમાં લેવા ૪,૩૨૦ ડૉક્ટર તૈયાર રાખવામાં આવ્યા છે.
રાહત કામગીરી માટે વધુ ૧૦૦૦ જેટલા કાર્યકર્તાઓને કામે લગાડવામાં આવ્યા હતા.
ચેન્નઈમાં ઊભી કરવામાં આવેલી ૧૫ રાહત છાવણીમાં સ્થળાંતર કરવામાં આવેલા ૫,૦૨૨ લોકોમાં અનાજના પૅકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં જુદા જુદા આઠ સ્થળે કુલ ૨૩૬ રાહત છાવણી ઊભી કરવામાં આવી છે. ૯,૬૩૪ લોકોને પાણી, અનાજ સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી.
અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરી માટે પોલીસ, અગ્નિશમન દળ અને એનડીઆરએફના ૭૨૫ અધિકારીને ગોઠવી દેવામાં આવ્યા હતા.
ચેન્નઈના ૨૦ જેટલા વિસ્તારમાં ૨૪ કલાકમાં ૨૦ સે.મી., પુરુન્ગુડીમાં સર્વાધિક ૨૯.૧૬ સે.મી. અવાડીમાં ૨૭.૬ સે.મી. અને મહાબલિપુરમમાં ૨૨.૦૪ સે.મી. વરસાદ થયો હતો. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત