Weather update: દિલ્હીમાં ગાત્રો થીજાવતી ઠંડી, કેવું હશે આજે દેશના અન્ય રાજ્યનું વાતાવરણ?
નવી દિલ્હી: હાલમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિગજોમ વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યમાં દેખાઇ રહી છે. દક્ષિણમાં જોરદાર વરસાદ થઇ રહ્યો છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમીલનાડૂ સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ આજે એટલે કે 5મી ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.
બંગાળના ઉપસાગર પર મિગજોન વાવાઝોડાની અસરને કારણે પૂર્વ તરફથી આવતા પવને પશ્ચીમમાંથી આવનારા ઠંડા પવોનોનો માર્ગ રોક્યો છે. પરિણામે છેલ્લાં 24 કલાકમાં મહત્તમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસથી વધીને તે 28.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે. સામામ્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધુ હોવાથી ગરમીનો પારો પણ ચઢ્યો છે. વાવાઝોડાની અસર ઓછી થતાં જ પશ્ચીમનું હવામના વધુ ઠંડુ થશે. દિલ્હીમાં કડાકાની ઠંડી પડશે. એવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
વાવાઝોડાની અસર ને કારણે બે દિવસ બાદ પૂર્વથી આવનારા વાદળને કારણે ઝરમર વરસાદની શક્યાતઓ રહેલી છે. અને વાવાઝોડાની અસર ઓછી થતાં જ પશ્ચીમ તરફથી આવતા ઠંડા પવનને કારણે વાતાવરણ વધુ ઠંડુ થશે. આવનારા 24ક કલાકમાં ચેન્નઇ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલ પટ્ટ જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારોમાં મૂશળધાર વરસાદની શક્યતાઓ રહેલી છે. અહીં વિજળીના કડકડાટ સાથે છૂટો છવાયો વરસાદ પણ થઇ શકે છે.
ઉત્તર પ્રદેશના 20 જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ નવા સાયક્લોન સર્યુલેશનને કારણે લખનૌઉ સહિત પૂર્વ અને દક્ષિણ-ઉત્તર વિસ્તારોના કેટલાંક ભાગમાં તથા બુંદેલખંડના 20 જિલાઓમાં પણ વરસાદની શક્યતાઓ વર્તાઇ રહી છે.