ટોપ ન્યૂઝનેશનલ

ક્યાંક ભારે લૂ તો ક્યાંક વરસાદની શક્યતાઃ આવતા અઠવાડિયામાં દેશનું હવામાન આવું રહેશે

Weather Update: રાજ્યના વાતાવરણને જોતા અત્યારે સમય પહેલા ગરમીની શરૂઆત થઈ ગઈ હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ગરમીની સાથે સાથે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આગામી 24 કલાકમાં ઉત્તર ભારતમાં વરસાદ સાથે બરફ પડવાની આગાહી છે. જ્યારે પૂર્વ ભારતના રાજ્યો જેમ કે સિક્કીમ, આસામ, અરૂણાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે સાથે હિમવર્ષાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આગાહી પ્રમાણે ગુજરાત સહિત ગોવામાં લૂ પડવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતો પ્રમાણે તારીખ 13 અને 14 માર્ચે ઉત્તર પ્રદેશમાં વરસાદ થવાનો છે. આગાહી પ્રમાણે ગુજરાત સાથે ગોવાના કેટલાક વિસ્તારોમાં પણ આગામી 12 માર્ચે ગરમી વધશે તેવી સંભાવનાઓ છે. ગુજરાતના વાતાવરણની વાત કરવામાં આવે તો, અહીં ઠંડી પણ વધારે પડે છે અને સાથે સાથે ગરમી પણ એટલી જ વધી જાય છે. જો કે, આવતી કાલે તો રાજ્યમાં લૂની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો…એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?

ઉત્તર ભારતમાં આવતીકાલે વરસાદ સાથે હિમવર્ષાની આગાહી
આવતી કાલે એટલે કે 12 માર્ચે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જો કે, આજે પણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ થયો હોવાના અહેવાલ સામે આવ્યાં છે. કેરળ અને લક્ષદ્વીપ સાથે પંજાબ અને હરિયાણમાં પણ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે હળવા વરસાદ સાથે હિમવર્ષાની આગાહી છે. જેથી ત્યાં ફરી પાછો ઠંડીનો ચમકારો અનુભવાશે. ભારતમાં ઉત્તર અને પૂર્વમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં અંદમાન અને નિકોબાર સાથે તમિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 થી 15 માર્ચ વચ્ચે પણ વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગ દ્વારા પંજાબ અને હરિયાણામાં 11 અને 12 માર્ચે હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 12 માર્ચથી 15 માર્ચની વચ્ચે ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગમાં, દિલ્હી અને રાજસ્થાનમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં વરસાદની આગાહી છે જ્યારે ગુજરાતમાં લૂ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button