નેશનલ

મણિપુરમાં ફરી હિંસાઃ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ, સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

મણિપુરમાં ફ્રી મૂવમેન્ટ દિવસે શનિવારે થયેલી હિંસામાં કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. કુકી સંગઠનોએ સુરક્ષા દળોની કાર્યવાહીના વિરોધમાં અનિશ્ચિતકાળ માટે બંધનું એલાન આપ્યું હતું. જેમાં શનિવારે કાંગપોક્પી જિલ્લામાં કુકી વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, રવિવારે પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી પણ શાંત રહી. જોકે, હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

મણિપુરમાં શનિવારની હિંસા બાદ ચુરાચંદપુર અને તેંગનોપાલ જિલ્લાના કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પણ વિરોધીઓએ ટાયરો સળગાવીને અને રસ્તાઓ બ્લોક કરીને વિરોધ કર્યો. જોકે, હજુ સુધી કોઈ નવી હિંસાના સમાચાર નથી. દુકાનો બંધ રહી હતી અને રસ્તાઓ પર વાહનોની અવરજવર ખૂબ જ ઓછી હતી. પ્રદર્શનકારીઓ લોકોને પોતાના ઘરોમાં રહેવાની અપીલ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: મણિપુરના ચાર જિલ્લામાંથી ૧૭ આતંકવાદીની ધરપકડ

જ્યારે આ સ્થિતિ બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રે ઇમ્ફાલ-દિમાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-2) અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા છે.

શનિવારે પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ગોફણનો ઉપયોગ કર્યો. જેમાં સુરક્ષા દળના પાંચ વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા. આ વિરોધ મણિપુરના તમામ રસ્તાઓ પર લોકોની મુક્ત અવરજવર માટે ખોલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મણિપુરમાં વધુ ૪૨ હથિયારનું સમર્પણઃ હથિયારો જમા કરાવવાની મુદત વધારી…

સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી

મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે પોલીસે વળતો જવાબ આપવો પડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હિંસામાં 27 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. જ્યારે 16 વિરોધીઓ ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ITLF અને KZC બંધને સમર્થન આપ્યું

કુકી ઝો કાઉન્સિલ (KZC) દ્વારા આપવામાં આવેલા અનિશ્ચિત સમયના બંધને સ્વદેશી આદિવાસી નેતાઓ મંચ (ITLF) એ ટેકો આપ્યો છે. ITLF કહે છે કે કુકી-જો વિસ્તારોમાં મેઇતેઈ સમુદાયના લોકોને મુક્ત રીતે ફરવાની મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય ખોટો છે અને તેનાથી લોકો આક્રોશ ફેલાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button