નેશનલ

Monsoon 2024: દિલ્હીમાં વરસાદની શરૂઆત, દેશના આ રાજયોમાં પણ થશે મેધમહેર

નવી દિલ્હી :દેશમાં હાલ પંજાબ અને હરિયાણા ગરમીનો સામનો કરી રહ્યું છે. જો કે ચોમાસું(Monsoon 2024) ટૂંક સમયમાં રાહત આપવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર 10 થી વધુ રાજ્યોમાં ચોમાસુ વેગ પકડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 24 કલાકમાં ગરમીથી રાહત મળવાની છે. હાલમાં ગુરુવારે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ(Rain)પડવાનો છે.

દિલ્હીને થોડી રાહત મળી

જેમાં ગુરુવારે સવારથી રાજધાની દિલ્હીના મુનિરકા, સરિતા વિહાર, રાવ તુલારામ માર્ગ, આરકે પુરમ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આકરી ગરમી અને ભેજનો સામનો કરી રહેલા દિલ્હીને થોડી રાહત મળી છે.

આજે ક્યાં ક્યાં વરસાદ પડશે

IMD એ માહિતી આપી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 27 જૂન ગુરુવારે જમ્મુ કાશ્મીર, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો