ટોપ ન્યૂઝનેશનલ

Heatwave in India: દેશમાં ૧૧૦ મૃત્યુ, હીટસ્ટ્રોકના ૪૦,૦૦૦થી વધુ કેસ

નવી દિલ્હીઃ દેશના મોટા ભાગોમાં ભારે હીટવેવ (Heatwave in India)ને કારણે ઓછામાં ઓછા ૧૧૦ લોકોના મોત થયા છે અને ૪૦,૦૦૦થી વધુ લોકો આ વર્ષે ૧ માર્ચથી ૧૮ જૂનની વચ્ચે શંકાસ્પદ હીટસ્ટ્રોક સામે ઝઝૂમી રહ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ ગુરૂવારે જણાવ્યું હતું.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (એનસીડીસી-NCDC) દ્વારા નેશનલ હીટ-રિલેટેડ ઇલનેસ એન્ડ ડેથ સર્વેલન્સ હેઠળ સંકલિત ડેટા અનુસાર બિહાર, રાજસ્થાન અને ઓડિશા પછી ૩૬ મૃત્યુ સાથે ઉત્તર પ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત છે.
એક સત્તાવાર સૂત્રના ઉપલ્બધ ડેટા રાજ્યો તરફથી આખરી સબમિશન હોઇ શકે નહીં, તેથી સંખ્યા આના કરતાં વધારે હોવાની અપેક્ષા છે. મળતી માહિતી મુજબ ૧૮ જૂને જ હીટસ્ટ્રોકના કારણે ૬ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : International Yoga Day 2024: યોગ દિવસ પર જાણો દેશના યોગ ગુરુઓ વિશે, જેને કારણે યોગ વિશ્વમાં વિખ્યાત થયો

ઉત્તર અને પૂર્વ ભારતનો પાટો લાંબા સમયથી હીટવેવની લપેટમાં છે. હીટ સ્ટ્રોકથી જાનહાનિ વધી રહી છે. કેન્દ્રને આવા દર્દીઓની સારવાર માટે વિશેષ એકમો સ્થાપવા માટે હોસ્પિટલોને એડવાઇઝરી જારી કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ બુધવારે નિર્દેશ આપ્યો હતો કે ગરમીના કારણે બીમાર પડેલા લોકોની સારવાર માટે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલોમાં ખાસ હીટવેવ યુનિટ સ્થાપિત કરવામાં આવે.

નડ્ડાએ અધિકારીઓને એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું કે તમામ હોસ્પિટલો અસરગ્રસ્તોને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે તૈયાર છે. કારણ કે તેમણે દેશભરની સ્થિતિ અને તેની સાથે વ્યવહાર કરવા માટે હોસ્પિટલોની તૈયારીની સમીક્ષા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ