મહિલાએ ગાયું ભગવાન રામનું ભજન અને ગળે વળગી રહ્યો વાંદરો: Video Viral

સોશિયલ મીડિયા પર રોજ નવા નવા વિડીયો જોવા મળતા હોય છે અને તેમાં ઘણા ચમત્કારિક વીડિયો પણ જોવા મળે છે. જેને જોયા પછી લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાંદરો આવીને એક ભજન ગાતી મહિલાને ગળે વળગી જાય છે અને જ્યાં સુધી તે મહિલા ભજન ગાતી રહી ત્યાં સુધી તેને વળગી રહી છે.
વાયરલ વીડિયો બદ્રીનાથનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં ધાર્મિક યાત્રાએ નીકળેલો કેરળનો એક પરિવાર બદ્રીનાથની મુલાકાતે આવી પહોંચ્યો હતો. ત્યારે જ એક વાંદરો તે પરિવાર સાથે ચાલવા લાગ્યો. જ્યારે પરિવારના સભ્યો જમવા માટે એક હોટલ પહોંચ્યા ત્યારે વાંદરો પણ તેમની સાથે પહોંચ્યો હતો. ત્યારબાદ વાંદરો પરિવારની જ એક મહિલા પાસે જઈને બેઠો. જો કે બાદમાં મહિલાએ ભજન ગાવાનું શરૂ કર્યું અને વાંદરાને સંભળાવવા લાગી.
હોટલમાં મહિલાના પરિવારના અન્ય સભ્યો પણ મહિલાને સાથ આપતા રામ ભજન ગાવા લાગે છે. જ્યારે મહિલાએ ‘હરે રામ હરે રામ, રામ રામ હરે હરે’ ગાવાનું શરૂ કર્યું ત્યારે વાંદરો મહિલાને ગળે લાગી ગયો. આ દરમિયાન મહિલા ભજન ગાતી રહે છે અને વાંદરો તેને વળગી રહે છે. ક્યારેક તે સ્ત્રીને આશ્ચર્યથી જોતો તો ક્યારેક તેને ગળે વળગી રહેતો. પછી વાંદરો પોતાના શરીરને વિચિત્ર રીતે હલાવવા લાગે છે અને ક્યારેક સાવ શાંત થઈ જાય છે અને ભજન સાંભળવા લાગે છે.
રામ ભક્તિના શેર થઈ રહેલા આ વિડીયોમાં લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- શ્રી રામના જયકારોથી પ્રાણીઓને પણ કોઈ ખતરો નથી લાગતો. તેઓ જાણે છે કે તે કોઈ ખતરો નથી અને તેમને નુકસાન પહોંચાડશે નહીં. અન્યએ લખ્યું- રામના નામે આખી દુનિયા ચાલી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું- સોશિયલ મીડિયા પર જોવામાં આવેલો સૌથી બેસ્ટ વીડિયો આજે જોવા મળ્યો. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Bharatiyan108 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.