પ્રેમિકાને મળવા ગયા યુવકને પકડીને પરણાવી દીધો….. | મુંબઈ સમાચાર
નેશનલ

પ્રેમિકાને મળવા ગયા યુવકને પકડીને પરણાવી દીધો…..

લખનઉ: યુપીના સંભલ જિલ્લામાંથી એક અનોખી ઘટના બની હતી. એક યુવક તેની પ્રેમિકાને મળવા ગયો અને તેને પકડીને પરણાવી દીધો. આ તો છોકરી જોવા ગયા અને વહુ લઈને આવ્યા જેવી વાત થઈ. હવે આ ઘટનાની ચર્ચા ચોરે ને ચૌટે થઈ રહી છે. તેમાં પણ ખાસ બાબત એ છે કે કે પ્રેમી યુગલ પકડાયા બાદ છોકરીના પરિવારે છોકરાના પરિવારના સભ્યોને ઘટનાસ્થળે બોલાવ્યા અને પંચાયત ભરાવડાવી. અને ત્યારબાદ પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો અને એક પંડિતને બોલાવીને બંનેના ઘરમાં જ લગ્ન કરાવી દેવામાં આવ્યા અને યુવતીને મધરાતે વિદાય પણ આપી દેવામાં આવી હતી.

નોંધનીય છે કે યુવક રાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બરોરા ગામનો રહેવાસી છે. તે પોતાની પ્રેમિકાને મળવા સાંજે લગભગ ચારના સુમારે જુનવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેરિયા ઉત્તમ ગામમાં તેની પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો. યુવતીના પરિવારે બંનેને રંગે હાથે પકડીને લગ્ન કરાવી દીધા હતા. આ વાત વહેતી થતા જ ગામના લોકો પણ સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને લોકોએ હોબાળો કરી ને યુવકને પોલીસને સોંપવાનું કહ્યું હતું પરંતુ યુવતીના ઘરના લોકોને તેના કરતા બંનેને પરણાવી દેવાનું વધારે યોગ્ય લાગ્યું.


ત્યારબાદ યુવતીના પરિવારે યુવકવા પરિવારને પણ પોતાના ઘરે બોલાવી લીધો. અને ત્યારબાદ બંને પરિવારો વચ્ચે કલાકો સુધી વાતચીત ચાલી અને ત્યાં બંનેને પરણાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ નિર્ણય બાદ પંડિતને બોલાવીને રાત્રે યુવક યુવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. યુવતીના પરિવારજનોનું કહેવું છે કે બંને પરિવારોની પરસ્પર સંમતિ અને પ્રેમી યુગલની સંમતિ બાદ જ આ લગ્ન થયા હતા અને બંને પરિવારો આ સંબંધથી ખુશ છે.

સંબંધિત લેખો

Back to top button