HDFC Bankના ખાતાધારકોને લાગ્યો ઝટકો, મિનિમમ બેલેન્સની લિમિટ વધારી ₹25,000, ક્યારથી લાગુ થશે નિયમ…

આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) બાદ હવે દેશની સૌથી મોટા પ્રાઈવેટ બેંકમાંથી એક એવી એચડીએફસી બેંક (HDFC Bank)એ સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. એચડીએફસી દ્વારા મિનિમમ બેલેન્સની લિમિટને વધારી દીધી છે. બેંકના આ નિયમથી અનેક ખાતાધારકો પર તેની અસર જોવા મળશે. હવે એચડીએફસી બેંકમાં એકાઉન્ટ ધરાવનારાઓએ 25,000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું પડશે. જો આ રકમ ઓછી હશે તો ખાતાધારકોને પેનલ્ટી લગાવવી પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટ, 2025થી લાગુ કરવામાં આવ્યો છે. જે ખાતાધારકો પહેલી ઓગસ્ટ કે ત્યારબાદ પોતાનું ખાતું ખોલાવશે તેના પર આ નિયમ લાગુ થશે.
એચડીએફસી બેંકનો આ નવો નિયમ તમામ મેટ્રો અને અર્બન સિટીઝમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પહેલાં એચડીએફસી બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં ઓછામાં ઓછું 10,000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવાનું ફરજિયાત હતું. પરંતુ હવે બેંક દ્વારા આ લિમિટ વધારવામાં આવી છે. હવે બેંક દ્વારા આ લિમિટ વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે.
આપણ વાંચો: HDFC Bankના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે નહીં કરી શકાય આ કામ…
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની લિમિટ વધારી હતી. પહેલી ઓગસ્ટ કે ત્યાર બાદ ખોલવામાં આવનારા એકાઉન્ટ માટે મિનિમમ બેલેન્સની લિમિટ 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ નવો નિયમ મેટ્રો અને અર્બન રિઝનના બ્રાન્ચમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ પહેલાં આઈસીઆઈસીઆઈ બેંકની સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની લિમિટ 10,000 રૂપિયા પ્રતિ મહિના હતી.
સેમિ અર્બન સિટીઝ બ્રાન્ચ માટે આઈસીઆઈસીઆઈ બેંકે સેવિંગ એકાઉન્ટ પર પણ મિનિમમ બેલેન્સની રિક્વાયરમેન્ટમાં વધારો થયો છે. બેંકે આ વિસ્તારની બેંક માટે મિનિમમ રકમને 5000થી વધારીને 25,000 રૂપિયા પ્રતિ મહિનો કરવામાં આવ્યો છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારની બ્રાન્ચની સેવિંગ્સ એકાઉન્ટમાં ન્યુનતમ રકમની જરૂરને 5000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા પ્રતિમાહ કરવામાં આવી છે.