‘આ તો એક ટ્રીક હતી…’ મશીનથી બાંગ્લાદેશીની ઓળખનો દાવો કરનારા પોલીસ અધિકારીનો ખુલાસો

ગાઝિયાબાદ: તાજેતરમાં ગાઝિયાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક પોલીસ અધિકારી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ધમકાવી રહ્યા છે અને તેમની પાસે ઓળખપત્રો માંગી રહ્યા છે.
આ દરમિયાન અધિકારી દાવો કરી રહ્યા છે કે તેમની પાસે બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવા માટેનું એક મશીન છે. ગરીબ લોકોને હેરાન કરવા બદલ ગાઝિયાબાદ પોલીસની ટીકા કરવામાં આવી રહી છે.
અહેવાલ આનુસાર ઉચ્ચ અધિકારીએ વિડીયો ક્લિપમાં દેખાતા સ્ટેશન હાઉસ ઓફિસર અજય કુમાર શર્માને ચેતવણી આપી છે અને તેમના કથિત વર્તનની તપાસ શરૂ કરી છે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં પોલીસની હાજરી સુનિશ્ચિત કરવા માટે એક ઝુંબેશ હતી. લોકોના દસ્તાવેજ ચકાસવા માટે કોઈ સૂચનાઓ આપવામાં આવી ન હતી.
અહેવાલ મુજબ આ વિડીયો 23 ડિસેમ્બરનો છે, કૌશાંબી પોલીસ સ્ટેશનના SHO અજય કુમાર શર્મા સહિત બે પોલીસ અધિકારીઓ સાથે વૈશાલીના બિહારી માર્કેટ નજીક એક ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતાં અને લોકોને એક કહીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની પાસે એક લોકોની રાષ્ટ્રીયતા બતાવે એવું મશીન છે.
આપણ વાચો: મતદારોની યાદી ‘ખામીયુક્ત’, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં તેનો ઉપયોગ ન થવો જોઈએ: વિપક્ષી નેતાઓ…
અધિકારીનો ખુલાસો:
વિડીયો વાયરલ થયા બાદ હોબાળો મચાતા અજય શર્માએ જણાવ્યું કે આ એક સાઇકોલોજિકલ ટ્રીક હતી. તેમણે કહ્યું, “ગયા વર્ષે, આ જ ઝૂંપડપટ્ટીમાંથી પાંચ બાંગ્લાદેશી લોકો પકડાયા હતાં. પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદોની પૂછપરછ કરતી માટે આવી ટ્રીકનો ઉપયોગ કરીએ છીએ, તેથી મેં વિચાર્યું કે આ ટ્રીક અહિયાં પણ કામ કરશે.”
અહેવાલ મુજબ ઝૂંપડપટ્ટીમાં લગભગ 25 થી 30 લોકો રહે છે, બધા મુસ્લિમ છે, જેઓ કામની શોધમાં બિહારથી અહીં આવ્યા છે.



