
નવી દિલ્હીઃ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ હોલ પોલીસ પૂછપરછ કરી રહી છે. જેમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હરિયાણા સરકાર એક મોટું પગલું લેવા જઈ રહી છે. સરકાર યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર્સ માટે દિશા નિર્દેશ બનાવી રહી છે. ટ્રાવેલ બ્લોગર્સ માટે કંટેંટના નિયમો કડક કરવામાં આવશે.
એસઓપી કરવામાં આવશે તૈયાર
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સૈનીએ ગૃહ વિભાગના અધિકારીઓને આ અંગે નિર્દેશ આપ્યા છે. તેમજ એસઓપીનો ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે, તેમાં મલ્ટીપલ ડિપાર્ટમેન્ટ્સનું કોર્ડિનેશન પણ સામેલ હશે. હોમ ડિપાર્ટમેન્ટ, આઈટી ડિપાર્ટમેન્ટને પણ સામેલ રવામાં આવશે.
આ પણ વાંચો: પાકિસ્તાન માટે જાસૂસી કરનારી જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછમાં થયા મોટા ખુલાસા
મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં રિવ્યૂ મીટિંગ થઈ
હરિયાણાના ગૃહ સચિવ સુમિત મિશ્રાએ જણાવ્યું, મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં એક રિવ્યૂ મીટિંગ થઈ હતી. આ દરમિયાન કાયદા અને કાનૂન પર ચર્ચા થઈ હતી. મુખ્ય પ્રધાન સાથે થયેલી મીટિંગમાં જ્યોતિ મલ્હોત્રા પર પણ ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયા અને યુટ્યુબરના કંટેટને લઈ ચર્ચા થઈ હતી.
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં પકડાયેલી યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની તપાસ એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે. પહેલા તે મોટાભાગના સવાલમાં તેને નિર્દોષ ગણાવતી હતી પરંતુ હવે ફેરવી તોળવીને નિવેદન આપી રહી છે. સૂત્રો દરમિયાન તે તપાસમાંથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહી છે. તે પાકિસ્તાન ઈંટેલિજેંસ ઓપરેટિવના સંપર્કમાં હતી પરંતુ સેના સંબંધિત કે અન્ય ગુપ્ત માહિતી દુશ્મનો સાથે શેર કરી હતી કે નહીં તે અંગે જણાવી રહી નથી.