શું તમે જોયો નરેન્દ્ર મોદીનો ડાન્સનો વીડિયો? PMને પણ પસંદ આવ્યો, લોકોએ કહ્યું, coolest PM
લોકસભાની ચૂંટણીના કારણે દેશનો રાજકીય માહોલ ગરમાયો છે. બે તબક્કામાં મતદાન થયું છે અને ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમનો એક મેમ વીડિયો ફરીથી પોસ્ટ કર્યો છે. આટલું જ નહીં, પીએમ મોદીએ તેમના એડિટેડ મીમ વીડિયોની સાથે પોસ્ટમાં જે લખ્યું તેના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડીપ ફેક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. ખુદ પીએમ મોદીએ પણ આ વીડિયો શેર કર્યો છે. પીએમ મોદીએ આ વીડિયો વિશે જે લખ્યું તેણે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે. એક યુઝરે લખ્યું, ‘coolest PM’. વીડિયો શેર કરતા વડાપ્રધાને લખ્યું છે કે, તમારા બધાની જેમ મને પણ મારી જાતને ડાન્સ કરતા જોઈને આનંદ થયો. ચૂંટણીની મોસમમાં આવી સર્જનાત્મકતા ખરેખર આનંદદાયક હોય છે.
કૃષ્ણા નામના યુઝરે પોતાના એક્સ હેન્ડલ પર વડાપ્રધાન મોદીનો આ મીમ વીડિયો શેર કર્યો હતો, જેને પીએમ મોદીએ ફરીથી શેર કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે કૃષ્ણાએ લખ્યું હતું કે, ‘હું આ વીડિયો પોસ્ટ કરી રહ્યો છું કારણ કે હું જાણું છું કે ‘સરમુખત્યાર’ મારી આ માટે ધરપકડ નહીં કરે.
પીએમ મોદીની આ સ્ટાઇલે ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા છે. અન્ય એક યુઝરે પીએમ મોદીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘તમને સરમુખત્યાર કહેનારાઓના મોઢા પર મોટી થપ્પડ…’ અન્ય એક યુઝરે કોલકાતા પોલીસને ટેગ કરતા લખ્યું, ‘આ મારા વડાપ્રધાન છે’. મોદીજી તમે રોકસ્ટાર જેવા દેખાઈ રહ્યા છો.
પીએમ મોદીની આ સ્ટાઇલના વખાણ એટલા માટે પણ થઈ રહ્યા છે કારણ કે આ પહેલા મમતા બેનરજીનો આવો જ એક ડીપ ફેક ડાન્સ વીડિયો સામે આવ્યો હતો જેના પર કોલકાતા પોલીસે કાર્યવાહી કરવાની વાત કરી હતી. પીએમ મોદીની પોસ્ટ બાદ યુઝર્સ મમતા બેનરજી અને પીએમ મોદીની સરખામણી કરી રહ્યા છે અને પીએમ મોદીને ફૂલ માર્કસ્ આપીને પાસ કરી રહ્યા છે.