નેશનલ

વાઈરલ વીડિયોઃ ડાન્સ કરતી વખતે વરરાજાને આવ્યો હાર્ટ એટેક અને…

હાથરસ: ઉત્તર પ્રદેશ (યુપી)ના હાથરસથી એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. અહીંના લગ્નના એક દિવસ પહેલા વરરાજાનું મૃત્યુ થયું હતું. ડાન્સ કરતી વખતે વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર વખતે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : Manipur Violence : કેન્દ્ર સરકાર એક્શનમાં, ત્રણ કેસની તપાસ NIA ને સોંપવામાં આવી

લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાના મોતથી હાથરસમાં ખળભળાટ મચી ગયો છે. ઘરમાં સંબંધીઓ સાથે ડાન્સ કરતી વખતે વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતી વખતે વરરાજાનું મોત નીપજ્યું અને લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ, જ્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ તેના અંગે પ્રતિક્રિયા આપી હતી.

મામલો હાથરસ ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇગલાસ રોડ પર સ્થિત ભોજપુર ખેતસી ગામનો છે. વરરાજા શિવમ માત્ર 27 વર્ષનો હતો અને ભોજપુર ગામનો રહેવાસી હતો. તે કોન્ટ્રાક્ટ પર કોમ્પ્યુટર શિક્ષક હતો. તેના લગ્ન આગ્રાના ટેઢી બગીયા વિસ્તારની એક યુવતી સાથે નક્કી થયા હતા. સોમવારે તેના લગ્નની જાન નીકળવાની હતી. રવિવારે ઘરમાં જ ઉમળકાભેર મંડપની વિધિ કરવામાં આવી હતી, જેમાં સગાસંબંધીઓ અને ગામ લોકો જોડાયા હતા.

જ્યારે શિવમ ડાન્સ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આ બનાવ પછી તે પોતાના રૂમમાં ગયો, જ્યાં તે જમીન પર ઢળી પડ્યો. પરિવારના સભ્યો તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નહીં.

આ પણ વાંચો : દિલ્હીની હવામાં ઝેર, AQI 500ને પાર, GRAP-4 લાગુ, શાળાઓ બંધ

શિવમના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. લગ્નની તૈયારીઓ અટકી ગઈ અને ખુશીનું વાતાવરણ ક્ષણભરમાં ઉદાસીમા ફેરવાઈ ગયું. આગ્રાથી યુવતી પક્ષના લોકો પણ પહોંચ્યા, પરંતુ બધાના ચહેરા પર માત્ર ઉદાસી છવાઈ ગઈ હતી. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button