નેશનલમનોરંજન

હરિયાણવી અને બોલીવુડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગુરુગ્રામમાં ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો

હરિયાણવી અને બોલીવુડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર થયાની માહિતી પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગુરુગ્રામના એસપીઆર રોડ પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો.જોકે, આ હુમલામાં રાહતની વાત એ છે કે રાહુલને ફાજિલપુરિયાને ગોળી નથી વાગી અને તેમનો આબાદ બચાવ થયો છે. આ ઘટના બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.

હિન્દી ફિલ્મોમાં પણ ગીતો ગાયા

બિઝનેશ ફેમીલી સાથે સંબંધ રાખતા રાહુલ ફાઝિલપુરિયા ગાયકની સાથે સાથે રેપર પણ છે. તેઓ હરિયાણવી ભાષામાં ગીતો ગાવા માટે જાણીતા છે. આ ઉપરાંત તેમણે હિન્દી ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે. તેમને ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’ના ‘લર્કી બ્યુટીફુલ’ ગીતથી બોલિવૂડમાં ઘણી ઓળખ મળી. આ ઉપરાંત તેમણે ‘લાલા લોરી’, ‘બિલી બિલી’, ’32 બોર’, ‘હરિયાણા રોડવેઝ’ સહિત ઘણા પ્રખ્યાત ગીતો ગાયા છે. તેઓ 32 બોર ગીતમાં એલ્વિશ યાદવ સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: કૅનેડામાં કૅફે પર ગોળીબાર: મુંબઈમાં કપિલના ઘરે પહોંચી પોલીસ

લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો

ઉલ્લેખનીય છે કે, આ ગાયકનું સાચું નામ રાહુલ યાદવ છે. જે ગુરુગ્રામના એક નાના ગામ ફાજિલપુર ઝારસાનો રહેવાસી છે. ગાયકે 2024ની લોકસભા ચૂંટણી પણ લડી હતી. તેમણે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) પાર્ટીની ટિકિટ પર ગુરુગ્રામથી ચૂંટણી લડી હતી. જોકે, તેઓ આ ચૂંટણી હારી ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button