હરિયાણાના આ ગામનું નામ કાર્ટરપૂરી કેમ રાખવામાં આવ્યું? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે છે ખાસ સંબંધ

નવી દિલ્હી: અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન (Jimmy Carter passed away) થયું. ભારત સાથે તેમનો અનોખો સંબંધ રહ્યો. 1978 માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતાં, તેમની આ મુલાકાતને ઐતિહાસિક માનવામાં આવે છે. તેમની આ મુલાકાત બાદ હરિયાણાના એક નાનકડા ગામ કાર્ટરપુરી (Carterpuri)નું રાખવામાં આવ્યું, આ રીતે તેમનું સન્માનમાં કરવામાં આવ્યું. કાર્ટર ઈમરજન્સી પીરિયડ અને 1977માં જનતા પાર્ટીની જીત બાદ ભારતની મુલાકાત લેનારા પ્રથમ અમેરિકન નેતા હતા.
ગામલોકો સાથે ખાસ સંબંધ:
1978માં જીમી કાર્ટરે દિલ્હી નજીકના દૌલતપુરના નસીરાબાદ ગામની મુલાકાત લીધી હતી, દરમિયાન કાર્ટરનું ભારત સાથેનું જોડાણ ગાઢ બન્યું. ગ્રામજનો દ્વારા તેમની પત્ની રોઝલિન સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી આ વિસ્તારનું નામ બદલીને કાર્ટરપુરી કરવામાં આવ્યું હતું. કાર્ટર અને ગામ વચ્ચેનો સંબંધ ચાલુ રહ્યો, લોકોએ તેમની જન્મજયંતિ પણ ઉજવે છે. જ્યારે જીમી કાર્ટરને 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો ત્યારે પણ આ ગામમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો…ઇઝરાયલના પીએમ નેતન્યાહુ આ બીમારીથી પીડિત, હોસ્પિટલમાં સર્જરી થઈ
ભારત સાથે અંગત સંબંધ:
જીમી કાર્ટર ભારતની મુલાકાત લેનારા ત્રીજા અમેરિકન રાષ્ટ્રપતિ હતા. તેઓ ભારત સાથે અંગત સંબંધો ધરાવતા. તેના માતા, લિલિયન, 1960 ના દાયકાના અંતમાં પીસ કોર્પ્સ સાથે ભારતમાં સ્વાસ્થ્ય સ્વયંસેવક તરીકે કામ કરતાં હતાં.
કાર્ટર 1977 થી 1981 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. કાર્ટર 1977માં આર. ફોર્ડને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. આ સમય દરમિયાન, તેમણે મધ્ય પૂર્વ સાથે અમેરિકાના સંબંધોનો પાયો નાખ્યો. 1 ઓક્ટોબર, 1924ના રોજ જન્મેલા કાર્ટરને 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.