નેશનલ

હરિયાણાના સૂરજકુંડ મેળા અકસ્માત કેસમાં પોલીસ એકશનમાં, બે લોકોની ધરપકડ

ફરીદાબાદ : હરિયાણાના ફરીદાબાદમાં આવેલા સૂરજકુંડ મેળા 7 ફેબ્રુઆરીના રોજ થયેલા ઝૂલા અકસ્માત કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે હિમાચલ ફન કેર કંપનીના માલિક મોહમ્મદ શાકિર વિરુદ્ધ સૂરજકુંડ પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્ય વધ સહિત સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું.

હિમાચલ ફન કેરના માલિક મોહમ્મદ શાકીરની ધરપકડ

પોલીસે આ ઘટનાની તપાસ બાદ સૂરજકુંડ મેળાના મેદાનમાં ઝુલા લગાવતી કંપની હિમાચલ ફન કેરના માલિક મોહમ્મદ શાકીરની ધરપકડ કરવામાં આવી હતી. જે હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના ટોકા નાંગલા ગામનો રહેવાસી છે.

ઉત્તર પ્રદેશના મેરઠ કેન્ટના ધરમપુરીનો રહેવાસી નિતેશ નામના અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આપણ વાચો: ફરીદાબાદમાં સૂરજકુંડ મેળામાં રાઈડ તૂટી પડતા અનેક ઘાયલ, અફરાતફરીનો માહોલ સર્જાયો

આ ઘટનામાં કુલ 12 લોકો ઘાયલ થયા

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કુલ 12 લોકો ઘાયલ થયા છે. જ્યારે ડીજીપીએ જણાવ્યું હતું કે ઇન્સ્પેક્ટર જગદીશ પ્રસાદે ફરજ પર ઘાયલોને બચાવવા માટે પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. તેમનું મૃત્યુ પોલીસ વિભાગ માટે ખૂબ જ દુઃખદ છે.

વિભાગ તેમના પરિવારને શક્ય તેટલી આર્થિક સહાય પૂરી પાડશે. કરુણા નીતિ હેઠળ પાત્ર સભ્યોને રોજગાર પણ આપવામાં આવશે. પોલીસ મહાનિર્દેશકે સિવિલ હોસ્પિટલ ફરીદાબાદ અને સુપ્રીમ હોસ્પિટલમાં દાખલ ઘાયલોના સ્વાસ્થય અંગે માહિતી મેળવી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button