નેશનલ

આ રાજ્યની પંચાયતનો વિવાદાસ્પદ નિર્ણય- ‘ગામમાં જ લગ્ન કર્યા તો નો એન્ટ્રી’

ચંદીગઢ: હાલ ગુજરાતમાં ગાયિકા કિંજલ દવે બાદ આજે અન્ય એક ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્નમાં મુદ્દે સમાજ બહિષ્કારનો મુદ્દો ફરી ચર્ચામાં છે. આ દરમિયાન હરિયાણાના બ્રાહ્મણવાલા ગ્રામ પંચાયતે એક વિવાદાસ્પદ અને કડક ફરમાન જાહેર કર્યું છે. પંચાયતે લીધેલા નિર્ણય મુજબ, હવે ગામનો કોઈ પણ યુવક તે જ ગામની કોઈ યુવતી કે વહુ સાથે લગ્ન કરી શકશે નહીં કે પ્રેમ સંબંધ રાખી શકશે નહીં. પંચાયતે ચેતવણી આપી છે કે જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો તે યુવકે તેની પત્ની સાથે તાત્કાલિક ગામ છોડીને જવું પડશે.

પંચાયત દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો, ગામની અંદર પ્રેમ લગ્ન કરનાર જોડાને ગામનિકાલ કરવાની સાથે, જે લોકો આવા જોડાઓને મદદ કરશે તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પંચાયતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ આદેશનું પાલન ન કરનારાઓ ભવિષ્યમાં થનારી કોઈપણ અઘટિત ઘટના માટે પોતે જવાબદાર રહેશે. આ નિર્ણયને ઘણા લોકો ‘તાલિબાની’ ગણાવી રહ્યા છે, પરંતુ પંચાયત આને સામાજિક મર્યાદા બચાવવાનું પગલું ગણાવી રહી છે.

આ પણ વાંચો…કિંજલ દવે બાદ હવે પાટીદાર સિંગરે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં સમાજ થયો લાલઘૂમ

જો કે પંચાયતના આ નિર્ણયને ગ્રામજનોએ સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, યુવાનો દ્વારા ગામની જ પુત્રવધૂઓ કે દીકરીઓ સાથે કરવામાં આવતા લગ્નથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને ગામની વિચારધારા બગડે થાય છે. આ “સામાજિક બદી” ને ડામવા માટે આવા કાયદા અનિવાર્ય હોવાનું પંચાયતે ભારપૂર્વક જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button