હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પરિણામોનું OTT પ્લેટફોર્મ પરથી પણ લાઈવ સ્ટ્રીમિંગ કરાશે

નવી દિલ્હી : હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામોની(Jammu Kashmir Haryana Election Result) દેશભરના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બંને રાજ્યોની વિધાનસભા બેઠકો પર મતદાન બાદ મંગળવારે 8મી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ કાશ્મીર અને હરિયાણાના ચૂંટણી પરિણામોનું લાઈવ સ્ટ્રીમિંગ OTT અને સોશિયલ મીડિયા પર પણ કરવામાં આવશે.
OTT પ્લેટફોર્મ પર ચૂંટણી પરિણામોનું લાઈવ સ્ટ્રીમિંગ
જો કોઈ કારણસર તમે ઘરની બહાર છો અને ટીવી જોઈ શકતા નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારી OTT એપ્સ પર હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામોની લાઈવ સ્ટ્રીમ પણ જોઈ શકો છો. બંને રાજ્યોના ચૂંટણી પરિણામો JioCinema અને Hotstar જેવા લોકપ્રિય OTT પ્લેટફોર્મ પર પણ પ્રસારિત કરવામાં આવશે. બંને પ્લેટફોર્મના લાઈવ ટીવી વિભાગમાં જઈને તમે સરળતાથી ચૂંટણી પરિણામોનું લાઈવ સ્ટ્રીમિંગ જોઇ શકશો.
આ પણ વાંચો : હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો વિશ્ર્વાસ: ખડગે
રિયલ ટાઈમ અપડેટ્સ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ થશે
તમે યુટ્યુબ, ફેસબુક લાઈવ અને વોટ્સએપ ગ્રુપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચૂંટણી પરિણામોના કવરેજ સાથે સંબંધિત માહિતી પણ મેળવી શકશો. રાજકીય નિષ્ણાતો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ચૂંટણી સંબંધિત લાઇવ પરિણામો શેર કરશે. નિષ્ણાતો સોશિયલ મીડિયા દ્વારા દરેક ચૂંટણીના સમાચાર ઝડપથી પહોંચાડશે અને તમને દિવસભર તેની સાથે સતત અપડેટ કરવામાં આવશે.