ઈન્ડિગો પર કેમ ભડક્યા કોમેન્ટેટર Harsha Bhogle,એરલાઇન્સે કરવી પડી સ્પષ્ટતા
નવી દિલ્હી : ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ(Harsha Bhogle)એરલાઈન કંપની ઈન્ડિગો પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હર્ષા ભોગલેએ ફ્લાઇટમાં એક વૃદ્ધ દંપતીની સીટ બદલવાને લઇને ઇન્ડિગોની ટીકા કરી હતી. હર્ષ ભોગલેએ કહ્યું કે ફરી એકવાર સાબિત થયું કે ઈન્ડિગો માટે કંપની પ્રથમ અને મુસાફરો બીજા સ્થાને છે.
કેમ નારાજ થયા હર્ષા ભોગલે ?
આ અંગે હર્ષા ભોગલેએ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી આક્ષેપ કર્યો કે વૃદ્ધ દંપતીને વિમાનમાં ચોથી રો માં સીટ માટે નાંણા ચૂકવ્યા હતા. કારણ કે તેમને વધુ ચાલવું ના પડે. પરંતુ ઇંડિગોએ કોઇ પણ પ્રકારના સ્પષ્ટીકરણ વિના તેમને 19 મી રો માં બેસાડી દીધા. ભોગલે કહ્યું કે આ વૃદ્ધ દંપતીને સાંકડા પેસેજમાં 19 મી રો સુધી જવા માટે વધારે ચાલવું પડ્યું હતું. પણ કોઇએ તેની દરકાર ના લીધી. જ્યારે અમુક લોકોએ ફરિયાદ કરી ત્યારે તેમને ચોથી રો માં બેસાડવામાં આવ્યા હતા.
ઈન્ડિગોનો પ્રતિભાવ
જ્યારે આ અંગે ઈન્ડિગોએ હર્ષ ભોગલેને જવાબ આપતા કહ્યું કે અમે મુસાફરોને પડેલી તકલીફ માટે પ્રમાણિકતાથી માફી માંગીએ છીએ. ભોગલે જી, આ બાબત અમારા ધ્યાન પર લાવવા બદલ અને અમારી સાથે વાત કરવા માટે આભાર. અમે પ્રમાણિકપણે મુસાફરોને થયેલી તકલીફ બદલ માફી માંગીએ છીએ. અમારા ક્રૂ એ તરત જ હસ્તક્ષેપ કર્યો અને સુનિશ્ચિત કર્યું કે આ મુસાફરો તેમની બેઠક પર આરામથી મુસાફરી કરી શકે.