નેશનલ

વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામેની મેચ અગાઉ હાર્દિક પંડ્યાની વાપસી મુશ્કેલ

મુંબઇ: ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેંગલૂરુમાં ૧૨ નવેમ્બરે નેધરલેન્ડ્સ સામેની ટીમની છેલ્લી લીગ મેચ પહેલા વાપસી કરે તેવી શક્યતા ખૂબ જ નહીવત છે. નોંધનીય છે કે ૧૯ ઑક્ટોબરે બંગલાદેશ સામેની મેચમાં પોતાની જ બોલિંગ પર ફિલ્ડિંગ કરતી વખતે પંડ્યાને ઈજા થઈ હતી.હાર્દિક પંડ્યા ઇજાના કારણે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમી શક્યો નથી અને ગુરુવારે શ્રીલંકા અને પાંચ નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રમી શકશે નહીં. ભારતે તેની છેલ્લી લીગ મેચ નેધરલેન્ડ્સ સામે ૧૨ નવેમ્બરે બેંગલૂરુમાં રમવાની છે.

બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, “તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને છેલ્લી લીગ મેચ રમી શકશે. એ પણ શક્ય છે કે તે સીધો સેમિફાઇનલમાં મેદાનમાં ઉતરશે. અત્યાર સુધીની તમામ છ મેચ જીતી ચૂકેલી ભારતીય ટીમનું સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ર્ચિત છે.

પંડ્યાની ખોટ પુરવા માટે સૂર્યકુમાર યાદવને ટીમમાં છઠ્ઠા નંબર પર સામેલ કરવામાં આવ્યો છે જ્યારે પાંચ બોલર સાથે ટીમ ઇન્ડિયા રમી રહી છે. મોહમ્મદ શમીનું શાનદાર ફોર્મ જોઈને ટીમને બોલર તરીકે પંડ્યાની ખોટ વર્તાઇ રહી નથી પરંતુ તેની હાજરી ટીમના સંતુલન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પંડ્યા હાલમાં બેંગલૂરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker