ભારત નહીં, પાકિસ્તાને કરાવી હતી નિજ્જરની હત્યા? આ બે ISI એજન્ટ્સ સામે તપાસ
નવી દિલ્હી: ગત વર્ષે કેનેડાના સરે શહેરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદિપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ કેનેડા સરકારે ભારત (Hardeep Singh Nijjar Murder case)પર લગાવ્યો છે, જેના કારણે ભારત-કેનેડાના રાજદ્વારીય સંબંધો સંબંધો બગડ્યા (India-Canada Tension) છે. જો કે કેનેડા સરકારે આરોપ લગાવ્યા બાદ ભારત વિરુધ નક્કર પુરાવા રજુ કર્યા નથી, ભારત સરકાર અનેક વાર આ આરોપોને પાયાવિહોણા ગણાવી ચુકી છે. આ દરમિયાન એક મોટો દાવો કરવામાં આવ્યો છે, કે નિજ્જરની હત્યા પાકિસ્તાને કરાવી હોઈ શકે છે.
Also read: Nijjar Murder case: નિજ્જર હત્યા કેસમાં કેનેડા પોલીસે વધુ એક ભારતીયની ધરપકડ કરી
એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ના બે કથિત એજન્ટ તારિક કિયાની અને તેના સહયોગી રાહત રાવ સામે હરદિપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ, કેનેડામાં નિજ્જરની નજીક પહોંચવું દરેક માટે શક્ય નહોતું. રાવ અને કયાની કેનેડામાં ISIના બે એજન્ટ છે, બંને ગુપ્તચર એજન્સી માટે સૌથી વધુ સક્રિય છે. બંને ભારતમાંથી કેનેડા આવેલા આતંકવાદીઓને પણ હેન્ડલ કરી રહ્યા છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, રાવ, કિયાની અને પન્નુને ડ્રગ્સ સ્મગલિંગ વ્યવસાયને નિયંત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, આ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત હતો. સમયની સાથે વધુ પ્રભાવશાળી બની રહ્યો હતો અને કેનેડિયન સમુદાયમાં તેની લોકપ્રિયતા વધી રહી હતી. નિજ્જરના પાકિસ્તાની નેતાઓ સાથેના સંબંધો હતા. નિજ્જર આઈએસઆઈ માટે સમસ્યા બની ગયો હતો તેથી, કદાચ ડ્રગ્સના કારોબાર પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે, નિજ્જરને નિશાન બનવવામાં આવ્યો. કિયાની અને રાવની હત્યા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી ડ્રગ્સ સ્મગલિંગ પર તેમનું સીધું અંકુશ આવી શકે.
Also read: સભ્ય સમાજમાં ‘Bulldozer Justice’ને કોઈ સ્થાન નથી, સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી
કિયાની અને રાવની પ્રવૃત્તિઓ હવે કેનેડિયન ગુપ્તચર અધિકારીઓ માટે ગંભીર ચિંતાનું કારણ બની ગઈ છે. આ બંને કથિત રીતે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI માટે કામ કરી રહ્યા છે અને કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો અને આતંકવાદીઓને રક્ષણ પૂરું પાડે છે.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ના એજન્ટ અને રિપબ્લિક પ્લસ ટીવીના માલિક તારિક કિઆનીએ કેનેડામાં દિવાળી બાદ હિંસાનો બચાવ કર્યો છે. કિઆનીએ 3 નવેમ્બરે હિંસા માટે હિંદુઓને જવાબદાર ઠેરવ્યા હતા અને દાવો કર્યો હતો કે શીખો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ હિંદુઓએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી હતી.
આ ઘટનાને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કિઆનીએ 30 મિનિટના લાંબા વીડિયોમાં દાવો કર્યો હતો કે હિંસામાં શીખોની કોઈ ભૂમિકા નથી અને બધું હિંદુઓ દ્વારા થયું હતું. તેણે કહ્યું.”શિખોનો વિરોધ શાંતિપૂર્ણ હતો, પરંતુ હિંદુઓએ અથડામણ શરૂ કરી.”
એક વીડિયોમાં કિયાનીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ પણ નિવેદન આપ્યું હતું.