હમાસે કલાકોના વિલંબ બાદ ૩૯ પેલેસ્ટિનિયનના બદલામાં ૧૩ ઇઝરાયલી અને સાત વિદેશીને મુક્ત કર્યા
ગાઝા: હમાસ ઇઝરાયલ દ્વારા બંધક બનાવાયેલા ૩૯ પેલેસ્ટિનિયનના બદલામાં ૧૩ ઇઝરાયલીઓ અને ૭ વિદેશીને મુક્ત કરવા સંમત થયા હતા.
મધ્યસ્થી બનેલા કતાર અને ઇજિપ્તે જણાવ્યું હતું કે, આતંકવાદી જૂથે અદલાબદલીના બીજા રાઉન્ડમાં કેટલાક કલાકો સુધી વિલંબ કર્યા બાદ દાવો કર્યો હતો કે, ઇઝરાયલે યુદ્ધવિરામ કરારની શરતોનું ઉુલ્લંઘન કર્યું હતું. હમાસે કહ્યું હતું કે, તેણે રેડ ક્રોસ માટે આંતરરાષ્ટ્રીય સમિતિને તમામ ૨૦ સોંપી દીધા છે. ચાર દિવસીય યુદ્ધવિરામના બીજા દિવસે છેલ્લી ઘડીના વિલંબથી તંગદિલી સર્જાઇ હતી. હમાસે આક્ષેપ કર્યો હતો કે, ઇઝરાયલે સહાય વિતરણનું જે વચન આપ્યું હતું, તેના કરતા ઓછું હતું, જે ઉત્તર ગાઝા સુધી પહોંચાડવા માટે પૂરતું નથી. હમાસે એમ પણ કહ્યું કે, શુક્રવારે પ્રથમ અદલાબદલી રાઉન્ડમાં પૂરતા પીઢ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા નથી. યુદ્ધવિરામના પ્રથમ દિવસે હમાસે ઇઝરાયલ પર ૭ ઑક્ટોબરના હુમલા દરમિયાન બંધક બનાવેલા આશરે ૨૪૦ બંધકમાંથી ૨૪ને મુક્ત કર્યા હતા જેના બદલામાં ઇઝરાયલે ૩૯ પેલેસ્ટિનિયનને જેલમાંથી મુક્ત કર્યા હતા. ગાઝામાં મુક્ત કરાયેલા લોકોમાં ૧૩ ઇઝરાયલ, ૧૦ થાઇ અને ફિલિપાઇન્સના નાગરિકો હતા.
એકંદરે, હમાસ ચાર દિવસીય યુદ્ધવિરામ દરમિયાન ઓછામાં ઓછા ૫૦ ઇઝરાયલી બંધક અને ઇઝરાયલ ૧૫૦ પેલેસ્ટિનિયન કેદીને મુક્ત કરવાના છે, જેમાં તમામ મહિલાઓ અને સગીરો છે.