ટોપ ન્યૂઝનેશનલ

Bihar shocker: બિહારમાં ભરી પંચાયત સામે પતિએ પત્નીનું માથું મૂંડાવ્યું, લોકો જોતા રહ્યા, પોલીસે કરી કાર્યવાહી

બિહારના વૈશાલી જીલ્લામાં એક મહિલા પર અત્યાચારની ચોંકાવનારી ઘટના બની હતી. જીલ્લાના હાજીપુરમાં ભરી પંચાયત સામે પતિએ પત્નીનું માથું મૂંડાવ્યું હતું. અહેવાલો મુજબ પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેને કારણે પત્નીને સજા આપવા પતિએ આ કૃત્ય કર્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે પંચાયતના વોર્ડ કાઉન્સિલરની હાજરીમાં આ ઘટના બની હતી, આ ઉપરાંત સંખ્યાબંધ લોકો લોકો હાજર હતા. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ આ મામલો જિલ્લાના મહાનાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. રામ દયાલને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ અંગે પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે કોઈ કામ અર્થે કોઈ સંબંધીના ઘરે ગઈ હતી. તેનો પતિ રામદયાલ પણ ત્યાં પહોંચી ગયો અને તેને ઘરે લઈ ગયો.

રામદયાલે પત્નીને માર માર્યો, ત્યાર બાદ કાઉન્સિલરની હાજરીમાં પંચાયત બોલાવી. મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેને પંચાયત સામે લઈ ગયો અને આખા ગામની સામે તેનું મુંડન કરાવ્યું.

આ દરમિયાન કોઈએ આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, એ વાયરલ થયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જોઈને પંચાયતના લોકો ભાગી ગયા હતા. મહિલાએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. મહિલાની ફરિયાદ સાંભળીને પોલીસે આરોપી પતિને સ્થળ પરથી પકડી લીધો હતો. મહિલાની ફરિયાદ પર પોલીસે માનહાનિની કલમ હેઠળ એફઆઈઆર નોંધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button