
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમને જ્ઞાનવાપીના સર્વેમાં કુલ 55 શિલ્પો મળી આવ્યા છે. મળી આવેલી મોટાભાગની મૂર્તિઓ શિવલિંગની છે. હિન્દુ મંદિર હોવાના આટલા પુરાવા મળ્યા બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે કેસ અયોધ્યા કેસના આધાર પર આગળ વધારવો કે કેમ? કારણકે જ્ઞાનવાપીની દીવાલ સહિત અનેક સ્થળોએ 15 શિવલિંગ અને જુદા જુદા સમયગાળાના 93 સિક્કા પણ મળી આવ્યા છે. પથ્થરની મૂર્તિઓ સાથે, વિવિધ ધાતુઓ અને ઘરગથ્થુ ઉપયોગની 259 વસ્તુઓ મળી આવી હતી. તેમજ એક પથ્થર પણ મળી આવ્યો છે જેના પર રામ લખેલું છે. હિંદુ પક્ષના મતે તે જે દલીલો અને દાવા કરી રહ્યા હતા. તે જ પ્રમાણેના પુરાવાઓ ASI સર્વેમાં મળ્યા છે.
કોર્ટના આદેશ બાદ સર્વે રિપોર્ટ જાહેર કરતા હવે દરેક પક્ષ જાણે છે કે આ એક મોટું હિન્દુ મંદિર હતું પરંતુ મુસ્લિમ પક્ષ એ માનવા તૈયાર થતો નથી કે જ્ઞાનવાપી પહેલાં એક હિન્દુ મંદિર હતું. જોકે અલીગઢ યુનિવર્સિટીના એક મુસ્લિમ પ્રોફેસરે પણ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે જો તમે ઇતિહાસ ભણ્યા હોય તો તમને ખબર જ હોવી જોઈએ કે જ્ઞનવાપીની જગ્યાએ પહેલાં વિશ્વેશ્વર નામનું હિન્દુ મંદિર હતું.
ત્યારે જો આપને સર્વે વિશે વાત કરીએ તો મૂર્તિઓ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ મળી આવી છે જેના દ્વારા એ બાબત સમજી શકાય છે કે અહી એક હિન્દુ મંદિર હતું. સર્વેમાં મુખ્ય ગુંબજની નીચે કિંમતી નીલમણિ આકારની તૂટેલી કિંમતી ધાતુ મળી આવી છે. તેને મુખ્ય શિવલિંગ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. આ સ્થળે ખાણકામ અને સર્વેની વાત કરવામાં આવી છે. ASIની 176 સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવેલ જ્ઞાનવાપી સંકુલના સર્વેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જ્ઞાનવાપીને એક મોટું હિન્દુ મંદિર ગણાવ્યું છે. તેમાં 32 મહત્વપૂર્ણ હિંદુ સ્થળોનો ઉલ્લેખ છે. શિવલિંગની સાથે નંદી અને ગણેશની મૂર્તિઓ પણ મળી આવી છે.
વિષ્ણુ, કૃષ્ણ અને હનુમાન સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હતી. વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કરાયેલા સર્વેમાં મંદિરના પુરાવા સાથે વિષ્ણુ, મકર, કૃષ્ણ, હનુમાન, દ્વારપાલ, નંદી સહિતની અન્ય મૂર્તિઓ પણ મળી આવી હતી. શાહઆલમ અને સિંધિયા સમયના સિક્કા પણ મળી આવ્યા છે. એએસઆઈએ કુલ 93 સિક્કા એકઠા કર્યા હતા. તેમાં વિક્ટોરિયા ક્વીન, ખલીફા, કિંગ ચાર્જ અને અન્ય સમયગાળાના સિક્કાઓનો સમાવેશ થાય છે. એએએસાઈ એ પોતાના રિપોર્ટમાં એ પણ જણાવ્યું હતું કે કેટલીક મૂર્તિઓ બેહજર વર્ષ જૂની છે.
સંકુલનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું હતું કે તેઓ 29 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં બીજી અરજી કરશે. જેમાં ASIને કેમ્પસમાં આવેલા સીલ શેડનો સર્વે કરવા વિનંતી કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય કેટલાક નક્કર પુરાવા એકત્ર કરવા માટે અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિની જેમ ખોદકામની માંગ કરવામાં આવશે.