ટોપ ન્યૂઝનેશનલ

જ્ઞાનવાપીઃ આઈએસઆઈના સર્વેમાં મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે રોક્યા

વારાણસી: એએસાઈના સર્વે દરમિયાન ઘણા એવા પુરાવા સામે આવ્યા કે તેનાથી સમજી શકાય કે મસ્જિદ એક હિન્દુ મંદિરના ઢાંચા પર બનાવવામાં આવી છે. તેમ છતાં મુસ્લિમ પક્ષ આ વાત માનવા તૈયાર નથી અને તેમને ઝુમ્માની નમાઝ પણ પઢી હતી. ત્યારે હવે જ્ઞાનવાપીના વજુખાનામાં મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોલીસે આશ્રમના ગેટ પર અટકાવ્યા હતા. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોલીસને પૂછ્યું કે તમે મને સનાતનનું કામ કરતા કેમ રોકી રહ્યા છો? ત્યારે વારાણસી પોલીસે કલમ 144નો હવાલો આપીને શંકરાચાર્યને કહ્યું હતું કે હાલમાં અંદર જવાની પાબંધી છે અને જો તમારે અંદર જવું હોય તો લેખિતમાં પરવાનગી લાવવી પડશે છે.

ત્યારબાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે લેખિત પરવાનગી માટે અરજી કરી હતી. શંકરાચાર્યએ જણાવ્યું હતું કે જો પરવાનગી નહીં મળે તો તેઓ લડત ચાલુ રાખશે. 

નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં કરેલા સર્વે બાદ એએસઆઈએ કહ્યું હતું કે અહીં એક મોટું ભવ્ય હિન્દુ મંદિર હતું અને તેને તોડીને તેના સ્ટ્રક્ચર પર જ મસ્જિદ બનાવવામાં આવી છે. ASIના સર્વે રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ મંદિર હોવાના 32 થી વધુ પુરાવા મળ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે આવા 32 શિલાલેખ મળી આવ્યા છે જે જૂના હિન્દુ મંદિરોના છે. ASI રિપોર્ટમાં એ બાબતનો પણ ઉલ્લેખ છે કે હિંદુ મંદિરના સ્તંભોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેનો મસ્જિદના સ્તંભ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે અયોધ્યાના મંદિર-મસ્જિદ વિવાદ અને જ્ઞાનવાપી કેસમાં ઘણી સામ્યતા જોવા મળે છે. આચાર્ય સત્યેન્દ્ર દાસે એમ પણ કહ્યું હતું કે સર્વેમાં જ્ઞાનવાપી મસ્જિદ મંદિર હોવાના પુરાવા મળ્યા છે.

નોંધનીય છે કે કોર્ટે મંદિર શોધવાના પુરાવા સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો હતો. અને એ પુરાવાના આધારે જ સાબિત થાય છે કે ત્યાં મંદિર હતું. ત્યારે હવે અદાલતે આ પુરાવાના આધારે જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ મંદિરનું નિર્માણ કરવું જોઈએ. પહેલાની જેમ હિન્દુઓ ત્યાં પૂજા કરતા હતા તે જ રીતે પૂજા કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે એએસાઇના સર્વેમાં મળેલા પુરાવાને કોઈપણ રીતે નકારી શકાય નહિ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ