વારાણસી: જ્ઞાનવાપીના સર્વે બાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે આજે જ્ઞાનવાપી સંબંધિત કેસમાં ASI સર્વે અંગે જિલ્લા કોર્ટ આજે ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. 92 દિવસ સુધી ચાલેલા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેનો રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આ ASI રિપોર્ટને સાર્વજનિક કરવો કે નહિ તે બાબત અંગે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આજની સુનાવણી થવાની છે ત્યારે આજની સુનાવણી બંને પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ સુનાવણી પહેલા અંજુમન વ્યવસ્થા મસ્જિદ કમિટીના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ યાસીને મિડીયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે ખાસ એવા શબ્દો કહ્યા હતા કે અમારી ધીરજની કસોટી થઈ રહી છે.
મોહમ્મદ યાસીને જણાવ્યું હતું કે અમને કોર્ટના દરેક ચુકાદા પર વિશ્વાસ છે. રિપોર્ટને સાર્વજનિક કરવા અંગે હિંદુ પક્ષનું કહેવું છે કે તેઓ હિન્દુ પક્ષની એક ભાવનાઓને ધ્યાનમાં રાકીને કોર્ટેને રિપોર્ટ સાર્વજનિક કરવાનું કહી રહ્યા છે પરંતુ તેમણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અન્ય એક પક્ષ છે જેની આસ્થા પણ જ્ઞાનવાપી કેસ સાથે જોડાયેલી છે અને તેઓ નથી ઈચ્છતા કે આ રિપોર્ટ જાહેર થાય કારણકે જો કોઈની લાગણીઓને માન આપવામાં આવે તો કોઈ બીજા પક્ષની લાગણી દુભાશે જે યોગ્ય નથી.
આ ઉપરાંત મોહમ્મદ યાસીને એમ પણ જણાવ્યું હતું કે અમને ભારતના બંધારણીય મૂલ્યોમાં પૂરો વિશ્વાસ છે, પરંતુ સર્વે ASI દ્વારા તો હાલમાં જ સર્વે કરવામાં આવ્યો જ્યારે 1991ના વર્શીપ ઓફ એક્ટ મુજબ આવા કોઈપણ એવું માળખું કે જે ધાર્મિક રીતે લોકોની લાગણી સાથે જોડાયેલું છે તેની સાથે છેડછાડ કરવી એ બંધારણની વિરુદ્ધ છે. તો પછી હવે આ બધું કેમ, જો કે અમે હંમેશા કોર્ટ પર વિશ્વાસ કર્યો છે અને કરતા રહીશું.
અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કાશી અને મથુરાના માટે પણ લોકો કંઈને કંઈ ટીપ્પણી કરી રહ્યા છે. મોહમ્મદ યાસીને કહ્યું હતું કે કેટલાક લોકોની ભૂખ હવે સતત વધી રહી છે. અને તે તમામ શાંત થવાનો પ્રયાસ કરતી નથી. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકો એવા નિવેદનો આપી રહ્યા છે કે અયોધ્યા તો ઝાંકી હે કાશી મથુરા બાકી હે તો આ કેટલું યોગ્ય છે. અને કાશી મથુરા અંગે અપાતા આવા નિવેદનો એ બાબત સાબિત કરે છે કે અમારી લાગણીને જાણી જોઈને દુભાવવામાં આવે છે. અમારી ધીરજની કસોટી થઈ રહી છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ